આજકાલ કારમાં ફાઈવ સ્ટાર સિક્યૂરીટી કારના ફીચરનો એક ભાગ બની ગયો છે ત્યારે BMW જેવી મોંઘી કાર સળગે ત્યારે ભલભલાને પ્રશ્ન થાય કે ખરેખર એકેય કાર સેઈફ નથી. હાલમાં જ સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગરમીમાં મેઈન રોડ પર BMW કારમાં આગ લાગી હતી. જો કે તેનો ડ્રાઈવર સમયસર બહાર નીકળી જતાં જીવ બચી ગયો હતો.
Advertisement
Advertisement
પ્રત્યક્ષદર્શી રિપોર્ટ પ્રમાણે સુરતના મોટા વરાછા અનમોલ રોહાઉસ પાસે મોંઘી અને હાઈલી લક્ઝૂરિયસ ગણાતી BMW (GJ-05-JR-4939) કારમાં અચાનક આગ ફાટી નીગળી હતી અને આસપાસમાં હોહા થઈ ગઈ હતી. દરેકનું ધ્યાન આ કારની બ્રાંડ પર હતું કારણ કે કોઈ સામાન્ય કાર નહીં પણ BMW સળગી રહી હતી.
સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી લક્ઝુરિયસ BMWમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોટા વરાછામાં રસ્તા વચ્ચે કારમાં આગ ફાટી નીકળતાં ડ્રાઇવર બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે ત્યાં ઊભેલા લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને ફોન કરતાં તરત જ ફાઈર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબો મેળવી લીધો હતો. પરંતુ કાર સાવ બળીને ખાખ થઈ ગઈ હતી. કારનું સળગવાનું કારણ હજુ સુધી જાણમાં આવ્યું નથી.
કારમાં અચાનક જ આગ લાગી હોવાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા પણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા ફાયર સેફ્ટીનાં સાધનોથી કારમાં લાગેલી આગ ઓલવવા મથામણ કરી હતી. જોકે એ કાબૂમાં ન આવતાં ફાયરને જાણ કરાઈ હતી.
મોટા ભાગના પ્રત્યક્ષદર્શીઓ સેફ્ટ બાબતે ચર્ચા કરતા જોવા મળતા હતા કે કાર ગમે તેટલી મોંધી હોય અને તેને ગમે તેટલા સેફ્ટી સ્ટાર્સ મળ્યા હોય છતાં તે સંપૂર્ણ સેઈફ નથી.
Advertisement