વાપીમાં ભાજપના નેતાની હત્યા થતાં ચકચાર મચી ગયો છે. મળતી માહિતી અનુસાર વાપીના રાતા વિસ્તારમાં ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી છે. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. તે સમયે પર બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ શૈલેષ પરમાર પર ફાયરિંગ કરીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. દહાડેદીવે ગોળીઓ ધરબીને શખ્સો ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર જૂની અંગત અદાવતના કારણે હત્યા કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મળી રહેલી માહિતી અનુસાર, ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ દર સોમવારે પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવા જતાં હતા. આજે સવારે 7.15ની આસપાસ પત્ની સાથે મંદિરે પહોંચ્યા અને પત્ની મંદિરમાં દર્શન કરવા ગયાં જ્યારે શૈલેષ પટેલ ગાડીમાં જ બેસીને પત્નીની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે અચાનક એક બાઈકમાં ચાર શખ્સોએ આવીને તેમના પર તાબડતોડ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 4 રાઉન્ડ ફાયરિંગમાં શૈલેષ પટેલને ત્રણ ગોળીઓ વાગી હોવાના કારણે શૈલેષ પટેલે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કોચરવા વિસ્તારમાં કોળી પટેલ જૂથના 2 અલગ અલગ ગ્રૂપ વચ્ચે ઘર્ષણ વારંવાર થતા રહે છે. સ્થાનિક અગ્રણીઓ રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ સ્થળ ઉપર આવે તેવી માંગ કરી રહ્યા છે.
શૈલેષ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓને થતા ઘટના સ્થળે BJPના આગેવાનો અને પોલીસનો કાફલો દોડી આવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરીને હત્યારાઓને ઝડપી પાડવા અભિયાન હાથ ધર્યું છે.
ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઘટના સ્થળનું નિરીક્ષણ અને આજુબાજુના વિસ્તારમાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. LCB, SOG સહિતની ટીમોએ હાલ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ પણ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
સોશીયલ મીડિયા માં અપડેટ્સ મેળવવા માટે અહિયાં ક્લિક કરો