2002ના ગુજરાત રમખાણોના કેસમાં પુરાવાની કથિત બનાવટના કેસમાં સુપ્રીમ કોર્ટે કાર્યકર તિસ્તા સેતલવાડને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને રદ કરતા તિસ્તા સેતલવાડના નિયમિત જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. કસ્ટોડિયલ ઇન્વેસ્ટિગેશન પણ શરૂ થયું છે, તેથી જામીન આપવામાં આવી રહ્યા છે.
Advertisement
Advertisement
ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો
તિસ્તા સેતલવાડ પર ગુજરાત રમખાણોમાં નકલી પુરાવા એકઠા કરીને કોર્ટની કાર્યવાહીને પ્રભાવિત કરવાનો આરોપ છે. પહેલી જુલાઈના રોજ, ગુજરાત હાઈકોર્ટે મુંબઈ સ્થિત સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી. એટલું જ નહીં, કોર્ટે તિસ્તા સેતલવાડને તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણય સામે તિસ્તાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જે બાદ સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ધરપકડ પર રોક લગાવી દીધી હતી અને આજે થયેલી સુનાવણીમાં નિયમિત જામીન આપી દીધાં હતા.
કોર્ટે કડક ચેતવણી સાથે જામીન મંજૂર કર્યા
સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને પણ કડક સૂચના આપી છે, કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે તિસ્તા સેતલવાડ કેસમાં કોઈ સાક્ષીને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે, તે સાક્ષીઓથી દૂર રહેશે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે આ કેસમાં તિસ્તા સેતલવાડ સામે ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે અને કસ્ટડીમાં તેની પૂછપરછની કોઈ જરૂર નથી. ખંડપીઠે કહ્યું કે અપીલકર્તાનો પાસપોર્ટ જમા કરી લેવાયો છે, જે સેશન્સ કોર્ટની કસ્ટડીમાં રહેશે. અપીલકર્તા સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈ પ્રયાસ કરશે નહીં અને તેમનાથી દૂર રહેશે. જો કે, સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ થાય તો ગુજરાત પોલીસને સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાની મંજૂરી પણ આપી છે.
તિસ્તા સેતલવાડ પર શું આરોપ છે ?
તમને જણાવી દઈએ કે સેતલવાડ, નિવૃત્ત ડીજીપી આરબી શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પર 2002ના ગુજરાત રમખાણો સંબંધિત એક કેસમાં પુરાવા ઘડી કાઢવાનો અને ષડયંત્ર રચવાનો આરોપ છે. ગુજરાત પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. જો કે, ગયા વર્ષે 15 જુલાઈના રોજ, તિસ્તા સેતલવાડની જામીન અરજી સામે દાખલ કરવામાં આવેલી SIT એફિડેવિટમાં મોટો ખુલાસો થયો હતો. તિસ્તા અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી શ્રીકુમારની નકલી દસ્તાવેજો તૈયાર કરીને કાયદા સાથે ચેડાં કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી
Advertisement