તાજેતરમાં કર્ણાટકમાં ક્રોંગ્રેસને મળેલી પ્રચંચ જીત બાદ હવે આગામી નજીકના સમયમાં ગુજરાતમાં મોટા ફેરબદલ કરવામાં આવી શકે છે. કોંગ્રેસના હાલ કહેવાતા મોટા દિગ્ગજોના પત્તા કપાઇ શકે છે અને તેમના સ્થાને પાટીદાર પ્રમુખ બની શકે છે. હાઇકમાન્ડ ગુજરાતમાં સાફસૂફી કરવાના મૂડમાં છે અને નજીકના દિવસોમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
Advertisement
Advertisement
પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના સ્થાને સૌરાષ્ટ્રના પાટીદાર નેતાની વરણી કરવામાં આવી શકે છે. આ સિવાય અન્ય નામો પણ ચર્ચામાં ચાલી રહ્યા છે ત્યારે હાઇકમાન્ડ આ મામલે મંથન કરીને નવા નામની જાહેરાત કરી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર ૧૭ બેઠકો ઉપર સમેટાઇ ગઇ હતી, જેના કારણે હાઇકમાન્ડ પણ ચોંકી ઊઠયું છે.
જો કે ચાર મહિના બાદ કર્ણાટકમાં ક્રોંગ્રેસે કમાલ કરી હતી અને ૧૫૬ સીટ જીતીને સપાટો બોલાવી ભાજપના સૂપડા સાફ કરી નાખ્યા હતા. હવે હાઇ કમાન્ડ ગુજરાતમાં સાફસૂફી કરવાના મૂડમાં છે અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે પ્રભારીની વરણી થઇ શકે છે. સંગઠનમાં પણ મોટા ફેરફારને અવકાશ છે.
નવા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રનો પાટીદાર ચહેરો એવા પ્રદેશ ધાનાણીનું નામ ચર્ચાઇ રહ્યું છે. આ સિવાય પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સૌરાષ્ટ્રના ઓબીસી ચહેરો એવા અર્જુન મોઢવાડીયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. આ સિવાય રાજ્યસભાના સાંસદ અને ક્રોગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. આ સિવાય દીપક બાબરીયા, લાલજી દેસાઇ અને ડૉ.જીતુ પટેલનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. હાઇકમાન્ડ પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખીને પરેશ ધાનાણીના નામ ઉપર મંજૂરીની મહોર મારી શકે છે.
Advertisement