ભાવનગરના હાઉસિંગ બોર્ડના ત્રણ માળીયા મકાન ધડાધડ ધરાશયી થતાં આખા વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. આ અંગે ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક રેસ્ક્યૂનું કામ હાથમાં લેવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત ઇમારતોમાંથી 6 જેટલાં લોકોનું લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હજુ રેસ્ક્યૂ કામ ચાલું છે.
Advertisement
Advertisement
છેલ્લા ઘણાં વર્ષથી આ પ્રકારની ઘટના ના બને એ માટે સરકાર દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે કે તમારા મકાન જર્જરીત અવસ્થામાં હોય તો લેખિત જાણ કરવી. પરંતુ ગેરસમજોના અભાવે આ પ્રકારના કામમાં સરકારી તંત્ર અને મકાન માલિક પોતે પણ ઉણા ઉતરતા હોવાના કારણે આવી ઘટના ઘટવા પામી હતી.
ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓ સમગ્ર રાજ્યમાં ભયજનક અવસ્થામાં છે. પરંતુ આ અંગેની પ્રાથમિક માહિતીની જાણ માલિકે કરવાની હોય છે. જો કે તંત્ર પણ સામેથી આગોતરી ચેતવણી આપવા નોટિસ આપે છે છતાં ધણી વાર ઉદાસીનતાને કારણે આ પ્રકારની ઘટના બને છે.
અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં આવેલ સોનલ સિનેમા પાસે યાશમીન ફ્લેટની અંદર આવેલા ગોલ્ડન નામું ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી થયું હતું. જે ફ્લેટને જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે મોટા ભાગનાં પરિવારો પહેલેથી જ ફ્લેટ ખાલી કરીને જતા રહ્યા હતા. જ્યારે એક બે પરિવાર જ ફ્લેટમાં રહેતા હતા. 11 મેના સાંજના સુમારે વેજલપુરમાં 3 માળનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ જતા નાસભાગ મચી જવા પામી હતી.
Advertisement