અમદાવાદઃ રાજકોટના સોનીબજારમાંથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ બાદ સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયું છે. બીજી તરફ સોની માર્કેટના વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે. રાજકોટમાંથી પકડાયેલા આતંકીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આતંકવાદીઓ સ્થાનિક મોડ્યુલ તૈયાર કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવાર પર આતંકી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. આ ત્રણે આતંકવાદીઓ સોશિયલ મીડિયા દ્વારા AK-47 ચલાવવાની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. એટલું જ નહીં, આ આતંકવાદીઓએ પિસ્તોલ સહિત અન્ય હથિયારો પણ ખરીદ્યા હોવાની આશંકા છે. આગામી દિવસોમાં ત્રણેય આતંકીઓને વિશેષ તપાસ માટે રાજકોટ લાવવામાં આવશે.
Advertisement
Advertisement
ગુજરાત એટીએસના એસપી ઓમ પ્રકાશ જાટના જણાવ્યા અનુસાર, અમને અમારી ચેનલો દ્વારા બાતમી મળી હતી કે શુક્ર અલી ઉર્ફે અબ્દુલ્લા, સૈફ નવાઝ અને અમન મલિક નામના ત્રણ વ્યક્તિઓ મૂળ પશ્ચિમ બંગાળના અને અલ – કાયદાના સભ્યો હોવાની અને તેની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા હતી. તેઓ અન્ય લોકોને તનઝીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 31 જુલાઈએ અમે ત્રણ લોકોને પકડીને અટકમાં લીધા હતા. અમને તેમની પાસેથી દસ રાઉન્ડ સાથે સેમી-ઓટોમેટિક દેશી બનાવટની પિસ્તોલ મળી. તેમની પાસેથી પાંચ મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે, જેમાં જેહાદ પ્રવૃત્તિઓ અને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંબંધિત ઘણી બધી કટ્ટરપંથી સામગ્રી અને સામગ્રી હતી.
તેમણે વધુમાં કહ્યું કે તેમના હેન્ડલર કોણ હતા એ જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી, અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ ટેલિગ્રામ, કન્વર્સેશન અને એલિમેન્ટ જેવી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ દ્વારા તેમના વિદેશી હેન્ડલર્સ સાથે જોડાયેલા હતા. અમે હજુ સુધી સ્થાનિક સ્તરે તેમનો હેતુ જાણી શક્યા નથી, પરંતુ તેઓ અલ કાયદાની વિચારધારાથી પ્રભાવિત હતા. તે લાંબા ગાળે ખિલાફતની સ્થાપના અને વિવિધ સ્થળોએ નાના સેલની રચના પર આધારિત છે. તેમણે આ સામગ્રી ટેલિગ્રામ અને વાતચીત દ્વારા મેળવી હતી અને તેને વિવિધ વેબસાઇટ્સ દ્વારા ડાઉનલોડ પણ કરી હતી.
બીજી તરફ રાજકોટમાં આતંકીઓની ધરપકડ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આતંકવાદીઓની ધરપકડ બાદ હવે બંગાળી કારીગરોને આઈ-કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, હવેથી અન્ય રાજ્યોમાંથી આવતા કારીગરોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. વેપારીઓએ તમામ કારીગરોની માહિતી પોલીસને આપવાની રહેશે. રજીસ્ટ્રેશન બાદ કારીગરોને આઈડી કાર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત ATSએ સાળા – બનેવી સહિત વધુ ત્રણ લોકોની અટકાયત કરી છે. 12 શકમંદોની પૂછપરછ કર્યા બાદ એક સ્થાનિક મોડ્યુલની વિગતો પણ મળી છે.
Advertisement