અમદાવાદની શોભામાં વૃદ્ધિ કરતો અટલ ફૂટ ઓવરબ્રિજ હવે ધીમે ધીમે આફતનો બ્રિજ બની રહ્યો છે. ઓવરબ્રિજ પર લગાવવામાં આવેલા આઠ કાચમાંથી એક કાચમાં તિરાડો પડી ગઈ હતી. હવે આ તમામ કાચની આસપાસ લોખંડની ગ્રિલ લગાવી દેવામાં આવી છે.
અત્યાર સુધી લોકો એના પર ઊભા રહીને નીચે નદીનું પાણી જોઈ શકતા હતા અને ત્યાંથી તસવીરો, વિડિયો અને સેલ્ફી લેતા હતા પરંતુ માત્ર સાત મહિનામાં જ આ કાચ ઘસાઈ જતા એના પર સ્ક્રેચ પડ્યા હતા.
રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લોખંડની ગ્રિલ લગાવી દેવાઈ છે, જેથી હવે લોકો ત્યાં ઊભા રહી નહીં શકે પરંતુ લોખંડની ગ્રિલ પાસેથી ઊભા રહીને નીચું સીધું નદીમાં પાણી જોઈ શકશે.
અટલ ફૂટ ઓવર બ્રિજ પર તંત્રને આ ગ્રિલ નાખવાનો અંદાજિત ખર્ચ ચાર લાખ થયો છે.
AMC સારું કરવા ગઈ પરંતુ આ તો ધાડ પડી ગઈ. પોતે નાણાં ખર્ચ્યા પરંતુ પોતાના જ ગેરફાયદાનું કામ થયું.
Advertisement