હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે AMTS અને BRTSમાં ભાડામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સીએનજી ગેસના ભાવ અને ડિઝલના ભાવ વધવાને કારણે હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે બસના ભાડા વધારવા અંગે મીટિંગ યોજાઈ હતી. ભાજપના સત્તાધીશોએ ભાડા વધારવા માટે લીલીઝંડી આપી દીધી છે. AMTS બસનું મિનિમમ ભાડું 3 રૂપિયા અને વધુમાં વધુ 35 છે, જ્યારે BRTSનું મિનિમમ ભાડું 4, જ્યારે વધુમાં વધુ 32 છે.
Advertisement
Advertisement
કેટલાંક વર્ષ પહેલા BRTSની સેવાઓ ખોટમાં ચાલે છે એવા અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. જો કે એ પછી પણ ચૂંટણીનો માહોલ આવી જતાં ભાવને વધારવાની કોઈ હિલચાલ થઈ ન હતી. જો કે કોર્પોરેશને એવી રજૂઆત કરી છે કે સતત પેટ્રોલિયમના વધતા ભાવ અને કોર્પોરેશનમાં કામ કરતાં લોકો અને મેઇન્ટેનન્સના ખર્ચને ધ્યાનમાં રાખતા ટિકિટનો ભાવવધારો આવશ્યક છે.
હાલ હજી કોઈ ભાવ વધારો થયો નથી પરંતુ કોર્પોરેશન દ્વારા આ બાબતે વિસ્તૃત ચર્ચાઓ ચાલી હતી. ભાવવધારા અંગે સત્તાધીશોએ લીલીઝંડી તો આપી છે પરંતુ કેટલો ભાવવધારો કરવો અને દરેક રુટમાં કેવી રીતે ટિકિટના ભાવ વધારવા તે અંગે વિસ્તૃત ચર્ચા થશે.
હાલમાં અમદાવાદમાં મેટ્રોની સેવાઓ પણ શરુ થઈ ગઈ છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનમાં AMTS BRTS બંને ફૂલ ભરાઈને જાય છે. દિવસે ને દિવસે અમદાવાદનો ઘેરાવો વધતા અમદાવાદથી છેક ચાંગોદર, રકનપુર, જેતલપુર સુધી AMTSની સેવાઓ વધારાઈ છે.
Advertisement