ગુજરાતની મુલાકાત આવેલા અમેરિકન રાજદૂતે અમેરિકામાં ભણવા માંગતા વિદ્યાર્થીઓ માટે સકારાત્મક જાહેરાત કરી છે. ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટી ગુજરાતની એક દિવસીય મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે અમે આગામી ટૂંક જ દિવસોમાં સ્ટુડન્ટ વિઝા પર કામ કરીશું. આ સાથે તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે વધુ અમેરિકન કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરશે અને ભારત-અમેરિકાનો વેપાર વધુ વધશે.
Advertisement
Advertisement
અમેરિકન રાજદૂત એરિકે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે મીડિયાને સંબોધતા કહ્યું કે, આ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓને જે વિઝા મળશે તે સૌથી વધુ હશે. અમેરિકા ટૂંક સમયમાં દરેક કેટેગરીના પેન્ડિંગ વીઝા પુનઃસ્થાપિત કરશે.
એરિકે કહ્યું કે “ભારતના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અમેરિકાની પ્રગતિનો મહત્વનો હિસ્સો છે. આજે અનેક અમેરિકન કંપનીના સીઈઓ પદ પર ભારતીયો છે, જે ગર્વની વાત છે અને અમે ભારતીય પ્રતિભાને આગળ પ્રોત્સાહિત કરીશું.”
તે ઉપરાંત તેમણે જણાવ્યું કે, દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરવા આવવા ઈચ્છે છે. ગયા વર્ષે પણ કોઈપણ દેશ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધારે વિઝા આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આગામી બે સપ્તાહમાં વિઝાની નવી બેન્ચ શરૂ કરવા જઈ રહ્યાં છે. ગયા વર્ષ કરતાં પણ આ વખતે વધારે વિઝા ઇશ્યુ કરવાનો અમારો ટાર્ગેટ છે. આ વખતે વિદ્યાર્થી વિઝા ઉપરાંત અન્ય લોકો જેઓ અમેરિકા ફરવા માટે આવવા ઈચ્છે છે, તેમના વિઝા વેઇટિંગ પીરિયડમાં ઘટાડો કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, અમે આ દિશામાં પાછલા ઘણા સમયથી કામ કરી રહ્યો હોવાથી ડિસેમ્બરની સરખામણીમાં વિઝાનો પીરિયડ 60 ટકાનો ઘટાડો આવી ગયો છે. એમ્બેસડર તરીકે મારો લક્ષ્યાંક પાંચથી 20 વર્ષ સુધીનો આયોજન કરવાનો છે. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેન પણ આ બાબતે ખુબ જ ધ્યાન આપી રહ્યાં છે. વિઝાનો વેઈટિંગ પીરિયડ પણ ઘટાડવા બાબતે પણ તેમને મને પગલાં ભરવા માટે કહ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા માટે ખુબ જ મહત્વના છે.
એરેકે કહ્યું કે, આજે અમેરિકાની ટોચની કંપનીઓના સીઈઓના રૂપમાં અત્યાર ભારતીયો બેસેલા છે. પાકિસ્તાનને ચીન તરફથી મળી રહેલી મદદ અંગે પ્રશ્ન કરતાં તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા એકબીજાના આદર, સાર્વભૌમત્વ અને બોર્ડર પર એકબીજાના પડખે રહીશું. ભારત અને અમેરિકા સંરક્ષણ ક્ષેત્રે સંબંધો મજબૂત કરશે. સ્પેશ અને ટેકનોલોજીમાં બંને દેશો વચ્ચે વધુ મજબૂત સંબંધો સ્થાપિત થાય તેવી કોશિશ થઈ રહી છે.
Advertisement