અમદાવાદઃ બિપરજોય ચક્રવાતી તોફાન બાદ ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી થઈ હતી. ત્રણ રાઉન્ડ વરસાદને લીધે રાજ્યની નદીઓ અને જળાશયો છલકાઈ ગયાં છે. થોડા દિવસ શાંત રહેલા મેઘરાજા હવે ફરી આવવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે. 19, 20, 21 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જયારે 23 ઓગસ્ટ પછી ફરી વરસાદ શરૂ થશે. રાજ્યમાં 24 થી 26 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડશે.
Advertisement
Advertisement
19, 20, 21 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ થવાની આગાહી છે. આ સાથે અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં પણ વરસાદ પડશે. છેલ્લાં કેટલાંક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી. આ દરમિયાન હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 19, 20, 21 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 23 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદની નવી ઈનિંગ શરૂ થશે.
આવતીકાલથી મોસમનો મિજાજ બદલાશે
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 ઓગસ્ટ બાદ ફરી વરસાદ શરૂ થશે. રાજ્યમાં 24 થી 26 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડશે. આ માટે 21 ઓગસ્ટે ભારે વરસાદની સિસ્ટમ બનશે. તેના પરિણામે ઉત્તર પૂર્વ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી કેટલાંક દિવસોમાં કોઈ સિસ્ટમ સક્રિય નહીં થાય. 21મીએ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે.
Advertisement