ચોમાસા આડે હવે માંડ એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે પણ હજુ કમોસમી વરસાદ પીછો છોડવાના મૂડમાં નથી. ચાલુ વર્ષે હોળી-ધૂળેટીથી શરૂ થયેલો કમોસમી વરસાદ કેમ કરીને પણ પીછો છોડતો નથી અને હવે ફરીથી ચાર દિવસ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે.
Advertisement
Advertisement
ચાલુ વર્ષે કદાય પહેલીવાર એવું બન્યું છે કે માવઠાનો અસહ્ય માર સહન કરવો પડયો છે અને માવઠા પણ એવા કે ચોમાસાને પણ ભૂલાવી દે તેવા વરસાદની આગાહી કરી છે તેથી લોકોએ ફરીથી રેઇન કોટ પેહરવાની સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનું કાળઝાળ મોજું ફરી વળ્યું છે અને જેના કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે. બીજી તરફ ૨૫થી ૨૮ મે સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટબર્નના કારણે ગરમીમાંથી મોટી રાહત મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો તેની સાથે સાથે રાજ્યના અનેક ભાગોમાં ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળશે.
વધુમાં તેમણે કહ્યું કે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે અને તેની સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેના કારણે ખેડૂતોને ખેતી પાકમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હવે ફરીથી પણ માવઠાના માર સહન કરવા ખેડૂતોએ તૈયાર રહેવું પડશે
Advertisement