અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર, કામ કરતા લોકો અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને, શહેરમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર સમગ્ર દિવસમાં બે વધારાની ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએમઆરસી લિમિટેડના જણાવ્યા અનુસાર, લોકોની માંગને ધ્યાનમાં રાખીને, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓએ પ્રાયોગિક ધોરણે નિયમિત સમય કરતાં અડધો કલાક પહેલાં મેટ્રો રેલ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
Advertisement
Advertisement
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન બંને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનો પરથી બે વધારાની ટ્રેનો દોડાવશે. જેમાં પ્રથમ ટ્રેન સવારે 6.20 કલાકે અને બીજી ટ્રેન સવારે 6.40 કલાકે ઉપડશે. આ પછી, મેટ્રો સેવાઓ સવારે 7 વાગ્યાથી 12 મિનિટના અંતરે સામાન્ય રીતે દોડશે. મેટ્રો ટ્રેન સેવાઓ હાલ અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર સવારના 7.00 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન દર 12 મિનિટના અંતરે ચાલી રહી છે.
ગત એપ્રિલ મહિનામાં અમદાવાદમાં રહેતા વિદ્યાર્થીઓ અને કામ કરતા લોકોએ મેટ્રોની ફ્રિકવન્સી અને સમય વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને આ માંગને ધ્યાનમાં લઈને ચર્ચા-વિચારણાને અંતે ટ્રેનની ફ્રિકવન્સી વધારવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ, PM મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ મેટ્રો રેલમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકો માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક માધ્યમ બની ગઈ છે. મુસાફરોને દર 10 થી 12 મિનિટે નવી મેટ્રો રેલ મળે તેવી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.
Advertisement