ટ્રાફિકના નિયમો તોડતા પહેલા સાવધાન થઈ જાજો… હવે સમગ્ર ગુજરાત માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત થઈ ચૂકી છે. જો ઈ-મેમોના દંડની રકમ ત્રણ મહિનામાં નહીં ચૂકવાય તો આપોઆપ ટ્રાફિક કોર્ટમાંથી મેમો મોકલાશે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને RTOના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સફળ સંકલન કરાયું છે, જેમાં વાહન માલિકના મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા નોટિક આપવામાં આવશે.
અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે, અને લોકો નિયમોનું ઉલ્લઘંન કરે છે ત્યારે શહેરમાં પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા. હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ ઘરે ઈ-મેમો મોકલાશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા સીસીટીવી લગાવવામાં આવ્યા છે.
Advertisement