અમદાવાદઃ ICC ODI વર્લ્ડ કપ 2023ની હાઈ વોલ્ટેજ ભારત-પાકિસ્તાન મેચ શરૂ થઈ છે. અગાઉ ટોસ જીતીને ભારતે ફિલ્ડિંગ પસંદ કરી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં પાકિસ્તાને 34 ઓવરમાં છ વિકેટે 168 રન નોંધાવ્યા છે. મોહમ્મદ રિઝવાન 49 રને આઉટ થતાં પાકિસ્તાને છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. આ અગાઉ સઉદશકીલ 6 રનન અને ઈફ્તિખાર એહમદ 4 રને આઉટ થયા હતા. ભારત તરફથી સિરાજ અને યાદવે 2 – 2 જ્યારે બુમરાહ અને હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનની એક-એક વિકેટ લીધી છે.
Advertisement
Advertisement
અગાઉ 29.4 ઓવરમાં પાકિસ્તાનના 155 રન થયા હતા ત્યારે બાબર આઝમ 58 બોલમાં 7 ચોગ્ગા સાથે 50 રન નોંધાવીને મોહમ્મદ સિરાજની બોલિંગમાં બોલ્ડ થતાં પાકિસ્તાનવની ત્રીજી વિકેટ પડી હતી. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી થઈ હતી.
અગાઉ ભારતે ફિલ્ડિંગ લેતાં અબ્દુલ્લા શફીક અને ઈન્ઝમામે બેટિંગની શરૂઆત કરી હતી. બન્નેએ સારી બેટિંગ કરતાં 7 ઓવરમાં સ્કોરને 40 રને પહોંચાડ્યો હતો. જોકે, 41ના સ્કોરે શફીક અંગત 20 રને સિરાજની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ થતાં પાકિસ્તાને પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ઈનામ ઉલ હક્ક 26 અને બાબર આઝમે સ્કોરને 12 ઓવરમાં એક વિકેટે 68 રને પહોંચાડ્યો હતો. જોકે, 13મી ઓવરમાં ઈનામ હક્ક અંગત 36 રને આઉટ થતાં પાકિસ્તાને બીજી વિકેટ ગુમાવી હતી. હકકે 38 બોલમાં છ ચોગ્ગા સાથે 36 રન નોંધાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન બંનેએ 2-2 મેચ જીતી છે. મેચની શરૂઆત પહેલા જ ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ભારતના ત્રણ મોટા કલાકારોએ પરફોર્મ કર્યું હતું.
પિચ રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 29 ODI મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 16 મેચ જીતી છે અને પ્રથમ બોલિંગ કરનાર ટીમે 13 મેચ જીતી છે. વર્લ્ડ કપની પ્રથમ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા. બીજા દાવમાં બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 36.2 ઓવરમાં 1 વિકેટના નુકસાને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આવી સ્થિતિમાં પ્રથમ બોલિંગ કરનાર ટીમને ફાયદો મળી શકે છે.
દરમિયાન, હવામાન વિભાગે આજે અમદાવાદમાં વરસાદ નહીં પડવાની આગાહી કરી છે. જેના કારણે ક્રિકેટ ચાહકો આખી મેચ નિહાળી શકશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં વરસાદ નહીં પડે. જોકે મેચ દરમિયાન અમદાવાદમાં તાપમાનમાં વધારો થશે. મેચ દરમિયાન તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.
Advertisement