આજે 43.5 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ શહેર હોટેસ્ટ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ બે ત્રણ દિવસમાં વધુ ગરમી પડશે.
Advertisement
Advertisement
મે મહિનામા ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડે છે. આ વખતે કમોસમી વરસાદને લીધે મે મહિનામાં ગરમીનો રાઉન્ડ સ્થગિત થયો હતો તે હવે ફરી શરુ થઈ ગયો છે. આજે અમદાવાદમાં 23.5 ડિગ્રી, ભાવનગરમાં 43.5 ડિગ્રી, પાટણ 43.5 ડિગ્રી, હિંમતનગરમાં 42.0 ડિગ્રી, ભૂજમાં 39.6 ડિગ્રી, વલસા઼ડમાં 36 ડિગ્રી અને સુરતમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
સામાન્ય રીતે 42 ડિગ્રીની ઉપર તાપમાન જાય એટલે યલો એલર્ટ કહેવાય અને 44ને ક્રોસ કરે એટલે ઓરેન્જ એલર્ટ કહેવાય. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રમાણમાં વાતાવરણ સમથળ છે. કાળઝાળ ગરમીના કારણે અમદાવાદના બપોરના સમયે સૂમસાન થઈ ગયા હતા. લોકોએ કામ વિના બહાર જવાનું ટાળ્યું હતું. બપોરના સમયે ચામડી દઝાડી દે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ-ચાર દિવસ તાપમાન વધવાની પૂરી શક્યતાઓ છે. આગામી ત્રણ-ચાર દિવસમાં 2થી 4 ડિગ્રીનો વધારો અનુભવી શકાશે. જો અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે જોવામાં આવે તો અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં ગરમીનો પારો 44.4 ડિગ્રીએ સ્પર્શ્યો હતો.
વધારેમાં અમદાવાદમાં સિમેન્ટના બિલ્ડિંગો અને ડામરના રસ્તાને કારણે પણ વધારે ગરમી અનુભવાય છે. હાલમાં વધારે ગરમીને કારણે હિટસ્ટ્રોક એટલે કે લૂના કેસીસ વધી રહ્યા છે.
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વધારે ગરમીને કારણે વધુ પ્રવાહી પીવાની અને શરીર ઢંકાય એવા કપડા પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. ખુલ્લામાં બને તો ખાસ કામ હોય તો જ નીકળવું એ વાત પર ખાસ ભાર રાખવામાં આવી રહયો છે. સામાન્ય રીતે મે મહિનામાં અમદાવાદ શહેરમાં આટલી તીવ્રતાએ ગરમી પડે છે ત્યાર બાદ જૂનમાં તાપમાન 38થી 40 ડિગ્રી વચ્ચે સેટલ થઈને વરસાદ લાવે છે. હમણાં કોઈ વરસાદના અણસાર નથી.
Advertisement