ક્રિકેટ વર્લ્ડ કપની 12મી મેચ અમદાવાદમાં શરૂ થઈ ગઈ છે, ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાતી આ મેચ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ માટે દર્શકો માટે AMTS-BRTS અને મેટ્રો સેવા આજે રાત્રે 1 વાગ્યા સુધી ચાલશે. આ માટે વધારાની બસો ફાળવવામાં આવી છે અને બે વધારાની મેટ્રો પણ દોડાવવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
માત્ર 20 રૂપિયામાં શહેરના કોઈપણ ભાગમાં પહોંચી શકાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ જોવા માટે એક લાખથી વધુ દર્શકો આવે તેવી શક્યતાના કારણે મહાનગરપાલિકાએ આ મેચ માટે વધારાની AMTS અને BRTS બસો ફાળવી છે. મહાનગરપાલિકાએ સવારે 8 થી રાત્રે 1 વાગ્યા સુધી બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. મેચ પૂરી થયા બાદ શહેરમાં કોઈપણ જગ્યાએ પહોંચવાનું ભાડું 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
ભારત-પાકિસ્તાન લાઈવ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા છે. મેટ્રો રેલ કોર્પોરેશને વિશેષ મેટ્રો ટ્રેન સેવા પૂરી પાડી છે. બંને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનો પરથી 2 વધારાની મેટ્રો ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, પહેલી ટ્રેન સવારે 6.20 વાગ્યે રવાના કરવામાં આવી હતી. બીજી ટ્રેન સવારે 6.40 વાગ્યે રવાના થઈ હતી, ત્યાર બાદ સવારે 7 વાગ્યાથી મેટ્રો સેવાઓ 12 મિનિટના અંતરે રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી. આ સાથે કોઈપણ સ્ટેશન સુધી પહોંચવાનું ભાડું 50 રૂપિયા રાખવામાં આવ્યું છે. મેટ્રો ટ્રેન મોડી રાત સુધી દોડાવવામાં આવશે.
અમદાવાદમાં વર્લ્ડકપની મેચને અનુલક્ષીને વાહન પાર્કિંગ ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ખાનગી પાર્કિંગ ફીમાં રૂ. 50નો વધારો કરવામાં આવ્યો છે. વાહન પાર્કિંગ માટે, લોકોએ ટુ-વ્હીલર માટે 100 રૂપિયા અને ફોર-વ્હીલર માટે 250 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ, ખાનગી પાર્કિંગમાં, ટુ-વ્હીલર માટે 50 રૂપિયા અને કાર માટે 200 રૂપિયા પાર્કિંગ ચાર્જ હતો.
Advertisement