અમદાવાદમાં ગરમીનો પારો છેલ્લા બે દિવસથી 43 ડિગ્રીએ સ્પર્શી રહ્યો છે. આજે આખો દિવસ અમદાવાદનું તાપમાન 42.8 ડિગ્રી રહ્યું હતું. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હિટ વેવને કારણે આજે અમદાવાદમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ગરમીનો પારો સામાન્ય કરતાં બે ડિગ્રી ઊંચો રહ્યો હતો.
Advertisement
Advertisement
દેશના અનેક ભાગોમાં હજુ વધુ ગરમી પડવાની શક્યતા છે. પશ્ચિમ રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગો ઉપરાંત પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં હીટવેવની સ્થિતિ છે.
આ સ્થિતિ આગામી 23થી 25મી તારીખ સુધી રહેશે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
આજે અમદાવાદનું 42.8, રાજકોટ 41.1, પાટણ 41.0, અમરેલી 40.8, વડોદરા 40.6, ભાવનગર 37.6, ભુજ 38.2, ડીસા 40.2 અને સુરત 34.2 નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 67 ટકા મહત્તમ અને 28 ટકા ન્યૂનતમ રહ્યું હતું.
હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ગરમીમાં આંશિક વધારો થઈ શકે છે. પાટનગર ગાંધીનગરનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. ખાનગી હવામાન સંસ્થાના અનુમાન પ્રમાણે જૂનના બીજા અઠવાડિયાથી નૈઋત્યનું ચોમાસું બેસવાની શક્યતા છે.
Advertisement