લોકોએ કલ્પનાએ ન કરી હોય તેવી ચોંકાવનારી ઘટના અમદાવાદના ઓઢવમાં લૂંટારુઓ અંજામ આપી રહ્યા હતા. આ ઘટનાનો પર્દાફાશ ક્રાઈમબ્રાંચે કહ્યો છે. ઓઢવ રોડ પર વોચ ગોઠવીને પ્રસાદના બહાને પેંડા ખવડાવી લૂંટ કરતી ગેંગના સૂત્રધારને ક્રાઈમબ્રાંચે દબોચી લીધો છે.
આરોપીઓ જુદા જુદા મંદિરની બહાર હોટલમાં રહેતા અને દિવસે વોચ કરતા હતા. મંદિરની બહાર વધુ દાગીના પહેરેલી વ્યક્તિને પ્રસાદના બહાને દવા ભેળવેલા નશીલા પેંડા ખવડાવી લૂંટ ચલાવતા હતા.
ઓઢવ રોડ પર પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી પ્રસાદના બહાને નશીલા પેંડા ખવડાવી દાગીના અને રોકડની લૂંટ કરતી ગેંગનો સૂત્રધાર પસાર થવાનો હોવાની બાતમીને આધારે ક્રાઈમબ્રાંચે વોચ ગોઠવી હતી. પોલીસે સ્થળ પરથી બાતમી મુજબ આવેલા વિશાલ ઉર્ફે મોન્ટુ જ્યંતિભાઈ પરમાર (ઉં.34)ને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેનો મિત્ર ઉમેશ પટેલ અને તેની પ્રેમિકા કનક પટેલ ત્રણ જણાએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના દેવગઢ વિસ્તારમાં વધુ દાગીના પહેર્યા હોય તેવા રિક્ષાચાલકને મંદિરે દર્શન કરવાના બહાને ભાડાથી લઈ જતા હતા.
મંદિરમાંથી બહાર નીકળ્યા બાદ પેંડામાં એટી-1 ટુ એમ.જી. દવા ભેળવી દેતા હતા. આ દવા મિશ્રિત પેંડો પ્રસાદના બહાને રિક્ષાચાલકને ખવડાવી બેહોશ કર્યા બાદ તેના દાગીના અને રોકડ રકમ લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપીઓ જોડે મહિલા હોવાથી રિક્ષાચાલકોને શંકા પણ ના જતી, તે પોતે લૂંટારું ગેંગનો ભોગ બની રહી છે.
Advertisement