અમદાવાદમાં આગ વરસાવતી ગરમી યથાવત્ત છે. ગઈકાલે અમદાવાદનું તાપમાન 42.1 ડિગ્રી રહ્યું હતું જે રાજ્યમાં સર્વોચ્ચ હતું. જ્યારે ગાંધીનગરમાં 42, પાટણમાં 42, વડોદરામાં 41.6, અમરેલીમાં 41, રાજકોટ 40.9, ડીસા 40.7, ભાવનગરમાં 39.6, જુનાગઢમાં 38.5, ભૂજમાં 37.1, સુરતમાં 35.6 ડિગ્રી ગરમી પડી હતી.
Advertisement
Advertisement
રવિવારની સરખામણીમાં અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. જો કે અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 67 ટકા મહત્તમ અને 23 ટકા ન્યૂનત્તમ નોંધાયું હતું.
ખાનગી સંસ્થાઓના મતે આગામી ત્રણ દિવસ સુધી ગરમીનું પ્રમાણ 40થી 42ની વચ્ચે રહેશે એ પછી તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે.
નવાઈની વાત એ છે કે ગાંધીનગર હરીયાળુ શહેર હોવા છતાં હવે ત્યાં પણ સામાન્ય રીતે તાપમાન 40 ડિગ્રીથી ઉપર અનુભવાય છે.
Advertisement