અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. હાઈવે પર બેદરકારીપૂર્વક દોડતા વાહનો અકસ્માતનું કારણ બની રહ્યા છે. દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે.
અકસ્માતની માહિતી મળતાં જ રાહત-બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સંપૂર્ણપણે નાશ પામી હતી. જ્યારે એસટી બસ ડિવાઈડર તોડીને હાઈવેની નીચે ઉતરી ગઈ હતી. અહીં આજે સવારે કાર અને એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.
Advertisement
Advertisement
એમએલએ ગુજરાત લખેલી પ્લેટ પણ મળી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એસટી બસ રોડ પરથી નીચે ઉતરીને ખાડામાં પડી ગઈ હતી, મુસાફરોને ઈમરજન્સી દરવાજા દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતગ્રસ્ત કારમાંથી એમએલએ ગુજરાત લખેલી એક પ્લેટ પણ મળી આવી છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતની જાણ થતાં જ નડિયાદ, આણંદથી 108ની પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા. હાલ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement