પોલીસ વિભાગમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે ખુશખબર એ છે કે રાજ્ય પોલીસ વિભાગમાં વર્ષ 2023 અને વર્ષ 2024 દરમ્યાન મોટી ભરતી થશે એ બાબતે રાજ્ય સરકારે હાઈકોર્ટને આશ્વસ્ત કરી હતી અને જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ વિભાગમાં કુલ 21.3 ટકા જગ્યાઓ ખાલી છે.
Advertisement
Advertisement
જો આ જગ્યાને ટકાવારી પ્રમાણે ગણવામાં આવે તો 27000 જેટલો થાય. પરંતુ તબક્કાવાર જોવા જઈએ તો 7000 જેટલાં પોલીસ કર્મીઓની ભરતી આગામી વર્ષમાં થશે. જ્યાે સ્ટેટ રિઝર્વ પોલીસ એટલે કે રાજ્ય અનામત દળમાં 4000 જગ્યાઓ ખાલી છે.
આ મુદ્દે હાઇકોર્ટમાં ગત 10 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે વર્તમાનમાં રાજ્ય સરકારને ઉપરોક્ત કાર્યને લઈને જવાબ રજૂ કરવા 28 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા 2023-24માં 7 હજાર પોલીસ કર્મીઓની ભરતી કરવાની વિગત આપી છે.
પોલીસ એ રાજ્ય સરકારના વિષયમાં આવે છે. પોલીસ વિભાગમાં હાલમાં એક લાખ કરતાં વધુ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું કામ કરે છે. કુલ 1, 24, 369 કર્મચારીઓમાંથી હાલમાં 27269 જગ્યાઓ ખાલી છે. 90 હજાર જેટલા પોલીસ કર્મીઓ સમગ્ર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા સાચવવાનું કામ કરે છે.
જેમાં નિયમિત રીતે નિવૃત્ત થતાં કર્મચારીઓની ટકાવારી પ્રમાણે આગામી વર્ષ 2023-2024 દરમ્યાન 7000 પોલીસ કર્મીઓની ભરતી થઈ શકે છે.
આમ પણ પોલીસ વિભાગ હંમેશા ઓછા સ્ટાફથી કામ ચલાવે છે. તાલીમ પામેલા પોલીસ કર્મીઓ જોડાયા પછી પણ તેમને સેટ થતાં સહેજેય બેથી ત્રણ વર્ષ જેટલો સમય લાગે છે. આમ પોલીસ વિભાગમાં જો ભરતી થાય તો તૈયારી કરી રહેલા અનેક આશાવાદી યુવાનોને નોકરી મળી શકે.
Advertisement