વડોદરાના સયાજીબાગ સયાજીબાગમાં મુલાકાતીઓ માટે નવું નજરાણું ઉમેરાયું છે. અહીં એક વર્ષ પહેલાં શરૂ કરાયેલ એવિયરીમાં મનમોહક 3D એઆર પાર્કની સુવિધા શરૂ કરવામાં આવી છે. તેમાં શહેરીજનો અને મુલાકાતીઓ મોબાઈલમાં જ પ્રાણીઓ અને પક્ષીઓને વર્ચ્યુઅલી નીહાળી શકશે. આ પ્રકારની સુવિધા કદાચ આ પ્રથમ વખત જ ભારતના આ પ્રાણી – પક્ષી સંગ્રહાલયમાં ઉભી કરવામાં આવી છે.
Advertisement
Advertisement
વડોદરાની મુલાકાતે આવતા પ્રવાસીઓ સયાજીબાગમાં પ્રાણી પક્ષીઓ જોવા અચૂક જતા હોય છે. અહીં પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘરમાં અનેક પક્ષીઓ તેમજ પ્રાણીઓ છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સયાજીબાગના ઝૂ કયુરેટર પ્રત્યુશ પટ્ટણકર દ્વારા સીએસઆર હેઠળ ટ્રીયમ ડિઝાઇન્સના સહયોગથી સયાજીબાગના મુલાકાતીઓ માટે વર્ચ્યુઅલ 3ડી સુવિધા શરૂ કરાઇ છે. જે મુજબ પ્રાણી સંગ્રહાલયમાં 3ડી ટેકનોલોજી દ્વારા પક્ષીઓ જોઈ શકાશે. સહેલાણીઓ હવે વાસ્તવિક પક્ષીઓની સાથે સાથે વર્ચ્યુઅલ પક્ષીઓનો પણ આનંદ માણી શકશે.
સહયોગી સંસ્થાના સહસ્થાપક અંકિત પટેલ અને તેમની ટિમ દ્વારા ચાર મહિનાની મહેનત બાદ લગભગ રૂ. 15 લાખના ખર્ચે 3ડી એ.આર. પાર્ક બનાવવામાં આવ્યો છે. આ નવતર સુવિધાને પગલે મુલાકાતીઓ હવે VueXR એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમના સ્માર્ટફોન દ્વારા વિવિધ પક્ષીઓની પ્રજાતિઓની વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન શોધીને અસાધારણ અનુભવ કરી શકશે. લુપ્ત થઈ ગયેલા પક્ષીઓથી લઈને દુર્લભ અને વિદેશી પ્રજાતિઓ સુધી, AR પાર્ક 3D મોડલ્સનું મનમોહક સંગ્રહ દર્શાવે છે, જેમાં સ્પૂનબિલ, ગ્રેટ કોર્મોરન્ટ, વ્હાઇટ સ્ટોર્ક, બાર્નેકલ ગૂસ, રોઝેટ સ્પૂનબિલ, ટોકો ટુકન, પેટેરાનોડોન (ડાયનોસોર પક્ષી), કેસોવરી, મકાઉનો સમાવેશ થાય છે.
ક્યુરેટર ડો. પ્રત્યુશ પાટણકરે જણાવ્યું કે, આ તો ફક્ત એક જ ઝલક છે હજી ઘણા ફેરફારો અને સુધારા વધારા થશે, જેથી આવનારા સમયમાં એક લેવલ આગળની ઝલક સહેલાણીઓ માણી શકશે.
Advertisement