અમદાવાદ શહેરમાં જુલાઈના અંત સુધીમાં 12 ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે, હાઈ પાવર ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન પર 30 થી 40 મિનિટમાં વાહનનું સંપૂર્ણ ચાર્જિંગ થઈ જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં વિવિધ સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ યોજનાને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ પરવાનગી આપવામાં આવી છે.
Advertisement
Advertisement
એક અંદાજ મુજબ અમદાવાદમાં અત્યાર સુધીમાં 22 હજાર ઈલેક્ટ્રીક ટુ વ્હીલર, 1200 ફોર વ્હીલર અને લગભગ 5 હજાર થ્રી વ્હીલરનું વેચાણ થયું છે. એપ દ્વારા સ્લોટ બુકિંગની સુવિધા પણ આપવામાં આવશે જેથી લોકોને ચાર્જિંગ સ્ટેશનો પર રાહ જોવી ન પડે. જે જગ્યાએ ઈવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે તેમાં ઈન્કમટેક્સ, કાંકરિયા, સિંધુ ભવન, પ્રહલાદ નગર, મોટેરા, નરોડા, બાપુનગર, ચાંદખેડા અને નિકોલ સામેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે તેનો ઉદ્દેશ કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો અને પર્યાવરણને અનુકૂળ પરિવહન તરફ આગળ વધવાનો છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ભાર આપી રહ્યાં છે.
Advertisement