અમેરિકા જવાની આસક્તિ ઘણીવાર કેટલી હદે ઘાતક નીવડે છે તે માણેકપુરામાં છવાઈ ગયેલા માતમથી આજે સૌ કોઈને સમજાય છે. આવો જ માહોલ ડિંગુચા ગામમાં પણ પટેલ પરિવારના મૃત્યુ બાદ સર્જાયો હતો. તા.14ના રોજ માણેકપુરા પ્રવીણભાઈ, તેમના પત્ની અને બે બાળકોની અંતિમ વિધિ કેનેડાના ઓન્ટારિયોમાં હિન્દુ સંસ્કાર પ્રમાણે કરવામાં આવી ત્યારે બધાં જ સ્તબ્ધ થઈ ગયા હતા. તો બીજી તરફ માણેકપુરા ગામમાં પણ શોકાતુર હૃદયે ગ્રામજનોએ શ્રદ્ધાંજલી આપી હતી. વિદેશ જવાની તીવ્ર ઈચ્છા આટલી ઘાતક નીવડશે તેવી પરિવારને ખબર ન હતી.
Advertisement
Advertisement
મહેસાણાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર 3 ફેબ્રુઆરીએ પોતાના ગામથી કેનેડા જવા નીકળ્યો હતો. કેનેડાના ટોરેન્ટો ગયેલો પરિવાર 15 દિવસ બાદ ગામડે રહેતા પરિવારના અન્ય સભ્યોથી સાવ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. આથી શંકા જતા તપાસ કરવામાં આવી તો 1 એપ્રિલે સોશિયલ મીડિયાથી પરિવારને અમેરિકાની સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જતા ભારતીય 4 વ્યક્તિનાં મોત અંગેના સમાચાર મળ્યા હતા. વોટ્સએપમાં વાઈરલ થતાં આ નિરાશ પરિવાર ગુજરાતના મહેસાણા જિલ્લાનો ચૌધરી પરિવાર હોવાની જાણ થઈ હતી. આ આઘાતજનક સમાચારથી ગુજરાત જ નહીં પણ યુએસ-કેનેડામાં વસતાં ગુજરાતીઓ ગમગીની ફેલાઈ ગઈ હતી. આ પરિવારના નશ્વર દેહને પણ વતન નસીબ થયું નથી.
10 એપ્રિલના રોજ આ ચૌધરી પરિવારના ચાર સભ્યોના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના બ્રામ્પટન સિટીમાં 10 એપ્રિલે હિંદુ વિધિ અનુસાર પ્રવીણ વેલજીભાઈ ચૌધરી(ઉં.વ.50), તેમના પત્ની દક્ષાબેન ચૌધરી(ઉં.વ 45) તેમજ દીકરી વિધિ(ઉં.વ.23) અને દીકરા મિત(ઉં.વ.20)ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
દોઢ કલાક સુધી ચાલેલી આ અંતિમવિધિ દરમિયાન પ્રવીણભાઈના બહેન કાંતાબેન અને ભાણી મોનાલી ધ્રસુકે ધ્રુસકે રડ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા સ્ક્રીન પર તમામ સભ્યોની જૂની તસવીરો બતાવવામાં આવી હતી. જેમાંની એક તસવીરમાં આખો ચૌધરી પરિવાર એકબીજાની સામે હસતો જોવા મળી રહ્યો હતો. ત્યાર બાદ ચૌધરી પરિવારના ચારેય સભ્યોને કોફિનમાં મૂકવામાં આવ્યા હતા. તેમની બાજુમાં સ્ટેન્ડી પર મૃતક ચૌધરી પરિવારની તસવીરો મૂકવામાં આવી હતી. જ્યારે કોફિનમાં ચારેયના મૃતદેહને ફુલહાર પહેરાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ હિન્દુ વિધિ કરવામાં આવી હતી. તેની સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન શ્રીકૃષ્ણના નામની પ્રાર્થના કરવામાં આવી હતી.
Advertisement