કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ -1મા અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે 27 માર્ચ 2023થી વર્ષ 2023-24ના પ્રવેશ પ્રક્રિયાની શરુઆત થશે. પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરુઆત 27 માર્ચે સવારે 10 વાગ્યાથી શરુ થશે, જે 17 એપ્રિલ 2023 સુધી ચાલશે.
ધોરણ 1મા પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીની ઉંમર 6 વર્ષ હોવી ફરજિયાત છે. તેમજ 8 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીને ધોરણ 1મા પ્રવેશ મળી શકશે. જે વિદ્યાર્થી ધોરણ-2માં પ્રવેશ ઈચ્છુક હોય તેઓની વયમર્યાદા 7થી 9 વર્ષની વચ્ચે હોવી ફરજિયાત છે.
20 એપ્રિલને 2023ના રોજ પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરાશે. 21 એપ્રિલના રોજ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સૂચિ બહાર પડાશે.
આ ઉપરાંત ધોરણ 2 તેમજ અન્ય ધોરણમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની શરુઆત ઓફલાઈન 3 એપ્રિલ 2023ના રોજ શરુ થનાર છે.
Advertisement
Advertisement
Advertisement