ગાંધીનગર: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન શનિવાર બપોરે દાહોદ જિલ્લાના નવજીવન કોલેજમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. જનસભા બાદ બન્ને નેતા AAP દ્વારા આયોજિત વડોદરામાં તિરંગા યાત્રામાં ભાગ લેશે.
Advertisement
Advertisement
રવિવારે બન્ને નેતા વલસાડ જિલ્લાના ધરમપુર અને સૂરતના કડોદરામાં જનસભાને સંબોધિત કરશે. AAPના રાષ્ટ્રીય મહાસચિવ મનોજ સોરઠિયાએ કહ્યુ કે તે સામાજિક નેતાઓ સાથે પણ મુલાકાત કરશે અને આગામી ચૂંટણીની યોજનાના સબંધમાં રાજ્યના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક પણ કરશે.
મહત્વપૂર્ણ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત ચૂંટણીને લઇને સક્રિય જોવા મળી રહ્યા છે અને તે લગભગ દર 10 દિવસમાં એક વખત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ અરવિંદ કેજરીવાલ ગુજરાત ચૂંટણીને લઇને ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. 2 દિવસ પહેલા જ કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપે એક મુખ્યમંત્રી અથવા એક કેન્દ્રીય મંત્રીને જવાબદારી સોપી છે, તેમમે ભાજપને ડરેલા ગણાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમ 22 અથવા 26મી ઓક્ટોબરે થઇ શકે છે જાહેર
કેજરીવાલે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે ગુજરાતના લોકો ઝડપથી આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, તેમણે ટ્વીટ કરતા લખ્યુ, “સમાચાર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ એક-એક કેન્દ્રીય મંત્રી અથવા કોઇ મુખ્યમંત્રીને મોકલી રહી છે. બાપ રે! આટલો ડર? આ ડર આમ આદમી પાર્ટીનો નથી, આ ડર ગુજરાતના લોકોનો છે જે ભાજપથી ઘણા નારાજ હતા અને હવે ઝડપથી આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.”
અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે ભાજપ દિલ્હીમાં મફત વિજળીની ગેરંટીને રોકવા માંગે છે, તેમણે ટ્વીટ કરતા લખ્યુ હતુ, “ગુજરાતને આપની ફ્રી વિજળીની ગેરંટી પસંદ આવી રહી છે, માટે ભાજપ દિલ્હીમાં મફત વિજળી રોકવા માંગે છે. દિલ્હીના લોકો, વિશ્વાસ રાખજો. હું તમને મફત વિજળી કોઇ પણ સ્થિતિમાં રોકવા નહી દઉં. ગુજરાતના લોકો, તમને વિશ્વાસ અપાવુ છુ કે સરકાર બનવા પર 1 માર્ચથી તમને મફત વિજળી મળશે.
Advertisement