પંચાયલ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 9મી એપ્રિલે લેવામાં આવશે. તેના માટેના કોલ લેટર ઇસ્યૂ કરવામાં આવી દીધા છે. રાજ્યના વિવિધ 3000 પરીક્ષા કેન્દ્રોમાંથી પરીક્ષા લેવાશે. દરેક ઉમેદવારને એસ.ટીના ભાડા પેટે 254 આપવામાં આવશે. જેના માટે બેન્ક ડિટેઈલ જરૂરી છે. બપોરે 12.30થી 1.30 દરમ્યાન આ પરીક્ષા લેવાશે. ઉમેદવારોને જાણી જોઈને દૂરના કેન્દ્રો આપવામાં આવ્યા છે જેથી કોઈ ગેરરીતી ન થાય. તલાટીની પરીક્ષાની તારીખ નજીકમાં જાહેર થશે.
Advertisement
Advertisement
Advertisement