ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ 182 બેઠક પર ચૂંટણી લડનારી આમ આદમી પાર્ટીમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAP 5 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે ગોપાલ ઇટાલિયાને નેશનલ જોઇન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
કોણે મળ્યુ શું સ્થાન
નેશનલ જોઇન્ટ સેક્રેટરી અને સહ-પ્રભારી-મહારાષ્ટ્ર- ગોપાલ ઇટાલિયા
સ્ટેટ વર્કિગ પ્રેસિડેન્ટ (સુરત ઝોન)- અલ્પેશ કથિરીયા
સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ (સાઉથ ગુજરાત ઝોન)- ચૈતર વસાવા
સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ (ઉત્તર ગુજરાત ઝોન)- ડૉ. રમેશ પટેલ
સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ (સૌરાષ્ટ્ર ઝોન)- જગમલ વાળા
સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ (મધ્ય ગુજરાત ઝોન)- જેવેલ વસરા
સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ (કચ્છ ઝોન)- કૈલાશ ગઢવી
AAP 5 બેઠક જીત્યુ હતુ
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રથમ વખત તમામ 182 બેઠક પર વિધાનસભાની ચૂંટણી લડ્યુ હતુ જેમાંથી માત્ર 5 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસ 17 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની વોટ બેન્કમાં ગાબડા પાડ્યા હતા. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સહિતના ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement