પાકિસ્તાનથી આવેલા ફોન કોલને કારણે ગિર-સોમનાથ જિલ્લાના કોટડા ગામમાં માતમ છવાઇ ગયો હતો. પાકિસ્તાનની લાહોર જેલમાંથી ફોન આવ્યો કે જેલામં બંધ એક માછીમારનું મોત થયુ છે જ્યારે એક અન્ય માછીમાર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ છે.
Advertisement
Advertisement
એક જ પરિવારના છે બન્ને સભ્ય
ગામમાં રહેતા પૂંજાભાઇ બાંભણીયા જણાવ્યુ કે પાકિસ્તાનની જેલમાં મરનારા જીતુ ભાઇ મારા જમાઇ છે, જ્યારે ગંભીર રીતે બીમાર રામજીભાઇ મારા કાકાના ભાઇ છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માંગ કરીએ છીએ કે તે અમારા પરિવારના શબને જલ્દી ભારત લાવે અને ત્યાની જેલમાં કેદ 600થી વધારે ભારતીય માછીમારોને છોડાવે.
ગામના 44 માછીમાર લાહોરની જેલમાં
ગુજરાત સહિત દેશભરના 641 ભારતીય માછીમાર પાકિસ્તાનની જેલમાં કેદ છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગિર સોમનાથ જિલ્લાના 431 માછીમાર સામેલ છે જેમાંથી 44 તો એકલા કોટડા ગામના જ છે. કેટલાક માછીમાર 4થી 5 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. પરિવાર ભારત સરકારને કેટલીક વખત મદદ માટે કહી ચુકી છે કે તેમને છોડાવવાનો પ્રયાસ કરે.
Advertisement