ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની ‘2002માં એક પાઠ ભણાવ્યો’ ટિપ્પણીને ચૂંટણી પંચે ખોટી માની નથી. ચૂંટણી પંચે માન્યુ કે આ ટિપ્પણીને કારણે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયુ નથી.
Advertisement
Advertisement
સેવા નિવૃત IASએ કરી હતી ફરિયાદ
25 નવેમ્બરે એક રેલીમાં પ્રચાર દરમિયાન અમિત શાહે કહ્યુ હતુ કે ભાજપ સરકારે 2002માં રમખાણ કરનારાઓને પાઠ ભણાવ્યો હતો. અમિત શાહના નિવેદન પછી સેવા નિવૃત IAS ઇએએસ સરમાએ ચૂંટણી પંચને પત્ર લખીને આરોપ લગાવ્યો કે ગૃહમંત્રીના ભાષણે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે.
સૂત્રોએ કહ્યુ કે ફરિયાદની તપાસ કરવામાં આવી અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. એક સૂત્રએ કહ્યુ કે ચૂંટણી પંચને જાણવા મળ્યુ કે ગૃહમંત્રી બદમાશોને પાઠ ભણાવવાની વાત કરી રહ્યા હતા, ના કે કોઇ વિશેષ સમુદાયની. ફરિયાદ કરનાર સરમાએ કહ્યુ કે તેમની ફરિયાદની સાથે સાથે ચૂંટણી પંચ પાસેથી બે અન્ય પત્રનો જવાબ મળ્યો નથી, તેમણે કહ્યુ કે ચૂંટણી પંચ પોતાના નિર્ણયને પોતાની વેબસાઇટના માધ્યમથી સાર્વજનિક કરવા જોઇએ કારણ કે આ સૂચનાનો અધિકાર અધિનિયમ હેઠળ એક સાર્વજનિક અધિકૃતતા હતી અને આપોઆપ જાહેરાત કરવી જરૂરી હતી. જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવૈસીએ પણ અમિત શાહના નિવેદન પર નિશાન સાધ્યું હતું.
બન્ને રાજ્યમાં MCC ઉલ્લંઘનની 7 હજાર ફરિયાદ
આ વચ્ચે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી ગુરૂવારે પરિણામ બાદ ખતમ થઇ ગઇ. ECIના સીવિજલ એપના માધ્યમથી એમસીસી ઉલ્લંઘનની બન્ને રાજ્યમાં આચાર સંહિતાના ઉલ્લંઘનના 6,000 અને 1000થી વધારે કેસ જોવા મળ્યા છે. જેમાંથી હિમાચલમાં 800 અને ગુજરાતમાં 5,100 કેસ યોગ્ય ગણવામાં આવ્યા છે. ગુજરાતમાં લગભગ 3,600 કેસ પરવાનગી વગર પોસ્ટર અને બેનર પ્રદર્શિત કરવા સબંધિત હતા જ્યારે હિમાચલમાં આ સંખ્યા 580 હતી. હિમાચલમાં એપના માધ્યમથી ધન વિતરણના 185 કેસ સામે આવ્યા હતા.
બન્ને રાજ્યમાં અધિકારીઓએ મતદારોને લલચાવવા માટે આપવામાં આવતી મફત ભેટ પણ કબજે કરી હતી. જાણકારી અનુસાર ગુજરાતમાં 801.85 કરોડ રૂપિયાની કેસ, દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુ અને અન્ય ભેટ જપ્ત કરવામાં આવી હતી જે 2017ની ચૂંટણીમાં 27.21 કરોડ રૂપિયાની જપ્તી કરતા વધારે હતી.
Advertisement