નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. જોકે, આ પહેલા EXIT POLLમાં કઇ પાર્ટીની સરકાર બનશે તેને લઇને અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. 6 EXIT Pollમાં ભાજપની સરકાર ગુજરાતમાં બની રહી છે જ્યારે કોંગ્રેસ બીજા નંબર પર જ્યારે આમ આદમી પાર્ટી ત્રીજા નંબર પર છે.
Advertisement
Advertisement
એક્ઝિટ પોલમાં એક સર્વે કરવામાં આવે છે, જેમાં મતદારોને કેટલાક સવાલ પૂછવામાં આવે છે, તેમણે પૂછવામાં આવે છે કે તેમણે કઇ પાર્ટીને વોટ આપ્યો. આ સર્વે વોટિંગના દિવસે જ થાય છે. સર્વે કરનારી એજન્સીઓની ટીમ પોલિંગ બૂથની બહાર મતદારોને સવાલ કરે છે, જેનું એનાલિસિસ કરવામાં આવે છે અને તેના આધાર પર ચૂંટણીના પરિણામનું અનુમાન લગાવવામાં આવે છે. ભારતમાં કેટલીક એજન્સીઓ એક્ઝિટ પોલ સર્વે કરાવે છે.
ત્રણ રીતે થાય છે ચૂંટણી સર્વે
1.પ્રી પોલ: આ સર્વે ચૂંટણીની તારીખની જાહેરાત બાદ અને વોટિંગ શરૂ થયા પહેલા કરવામાં આવે છે. જેમ કે ગુજરાત ચૂંટણીની તારીખની જાહેરાત 3 નવેમ્બરે થઇ હતી અને 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયુ હતુ તો પ્રી પોલ સર્વે 3 નવેમ્બર પછી અને 1 ડિસેમ્બર પહેલા થઇ ચુક્યા હશે.
2. એક્ઝિટ પોલ: આ સર્વે વોટિંગની તારીખના દિવસે જ થાય છે. જેમાં વોટરોનું મન જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. એવામાં દરેક તબક્કાની વોટિંગના દિવસે આ સર્વે કરવામાં આવે છે. આ પોલિંગ બૂથ બહાર કરવામાં આવે છે અને વોટ આપીને બહાર આવનારા લોકોને સવાલ પૂછવામાં આવે છે.
3. પોસ્ટ પોલ: આ સર્વે વોટિંગ ખતમ થયા બાદ કરવામાં આવે છે. 5 ડિસેમ્બરે વોટિંગ ખતમ થયુ હતુ. એક બે દિવસ પછી આ પોસ્ટ પોલ સર્વે શરૂ થઇ જશે. ખાસ કરીને આ જાણવાનો પ્રયાસ થાય છે કે કઇ રીતના વોટરે કઇ પાર્ટીને મત આપ્યો.
એક્ઝિટ પોલને લઇને શું છે ગાઇડલાઇન્સ?
એક્ઝિટ પોલને લઇને ભારતમાં પ્રથમ વખત 1998માં ગાઇડલાઇન્સ જાહેર થઇ હતી. ચૂંટણી પંચે આર્ટિકલ 324 હેઠળ 14 ફેબ્રુઆરી 1998માં સાંજે 5 વાગ્યાથી 7 માર્ચ 1998 સાંજે 5 વાગ્યા સુધી એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલના પરિણામને ટીવી અને અખબારોમાં છાપવા અથવા બતાવવા પર રોક લગાવી દીધી હતી. 1998માં લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કો 16 ફેબ્રુઆરી અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચે થયુ હતુ.
આ પણ વાંચો: EXIT POLL: ગુજરાતમાં પરિવર્તન કે પુનરાવર્તન? જાણો કોની બનશે સરકાર
તે પછી સમય સમય પર ચૂંટણી પંચ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલને લઇને ગાઇડલાઇન્સ જાહેર કરે છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપુલ્સ એક્ટ 1951 અનુસાર, જ્યાર સુધી તમામ ફેઝનું વોટિંગ ખતમ નથી થઇ જતુ ત્યાર સુધી એક્ઝિટ પોલ બતાવી શકાતુ નથી. અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ અડધા કલાક પછી એક્ઝિટ પોલના પરિણામ બતાવી શકાતા નથી.
કાયદા હેઠળ જો કોઇ પણ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક્ઝિટ પોલ અથવા ચૂંટણી સાથે જોડાયેલો કોઇ પમય સર્વે બતાવે છે અથવા ચૂંટણી પંચની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરે છે તો તેને 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા પછી બન્ને સજા થઇ શકે છે.
સૌથી પહેલા ચૂંટણી સર્વેની શરૂઆત અમેરિકામાં થઇ હતી
વિશ્વમાં ચૂંટણી સર્વેની શરૂઆત સૌથી પહેલા અમેરિકામાં થઇ હતી. જૉર્જ ગૈલપ અને ક્લૉડ રોબિંસને અમેરિકન સરકારના કામકાજ પર લોકોના વિચાર જાણવા માટે સર્વે કર્યો હતો. બાદમાં બ્રિટને 1937 અને ફ્રાંસે 1938માં પોતાને ત્યા પોલ સર્વે કરાવ્યા હતા. જર્મની, ડેનમાર્ક, બેલ્જિયમ તથા આયરલેન્ડમાં ચૂંટણી પહેલા સર્વે કરાવવામાં આવ્યા હતા.
Advertisement