ગાંધીનગર: ગુજરાતના ઇતિહાસમાં આજે પહેલી વખત વિધાનસભા પરિસરમાં ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી માટે વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે ખાસ શામિયાણો ઉભો કરાયો હતો અને ત્યાં ધારાસભ્યોએ ઘુળેટીની મજા માણી હતી. જોકે, તેમાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યો જોડાયા ન હતા. ગઈકાલે સોમવારે હોળીનો તહેવાર હતો જ્યારે આજે પડતર દિવસ છે. 8મી માર્ચના રોજ ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. તેથી સરકારે આજે પડતર દિવસે ઘુળેટીની ઉજવણી કરી છે. સરકારે તેના સત્તાવાર કેલેન્ડરમાં પણ 8મી માર્ચે રજા જાહેર કરી છે.
Advertisement
Advertisement
ઉજવણી માટે 100 કિલો કેસૂડાના ફૂલની વ્યવસ્થા
વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યોને પરિસરમાં ધૂળેટી રમવા માટે પરવાનગી આપી હતી. ધુળેટી પર્વની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો તેમજ ધારાસભ્યો જોડાયા હતા. ધારાસભ્યોએ એક બીજા પર રંગ નાંખીને રંગોત્સવ મનાવ્યો હતો. ધુળેટીની ઉજવણી માટે 100 કિલો કેસૂડાના ફૂલ મંગાવવામાં આવ્યાં હતા. કેસૂડાના રંગે રંગાઈને ધારાસભ્યો પરિસરમાં ધૂળેટીના તહેવારની ઉજવણી કરી હતી. રાજ્યના નાગરિકોને કુદરતી રંગથી હોળી – ધુળેટીનો તહેવાર ઉજવવાનો સંદેશ આપવા માટે ખાસ કેસુડાના ફૂલોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ધારાસભ્યો આ કેસુડાનું પાણી એકબીજા પર નાંખતા નજરે પડ્યા હતા.
આદિવાસી પારંપરિક નૃત્ય સહિત ઢોલ નગારા સાથે ઉજવણી
વિધાનસભા પરિસરમાં આદિવાસી પારંપરિક નૃત્ય સહિત ઢોલ નગારા સાથે ધુળેટી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નેચરલ કલર અને કેસુડા દ્વારા હોળી વિશેષ ઉજવણી કરી હતી.ગઈકાલે સોમવારે હોળીનો તહેવાર હતો જ્યારે આજે પડતર દિવસ છે. 8મી માર્ચના રોજ ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. તેથી સરકારે આજે પડતર દિવસે ઘુળેટીની ઉજવણી કરી છે.
Advertisement