ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે શુક્રવાર મોડી રાત્રે ઉમેદવારના નામની પ્રથમ યાદી જાહેર કરી હતી. શનિવારે AICC સચિવ હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. આ સાથે જ હિમાંશુ વ્યાસના ભાજપમાં જોડાવાની શક્યતા છે.
Advertisement
Advertisement
AICC સચિવ હિમાંશુ વ્યાસે ઓવરસીઝ કોંગ્રેસના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે, જે બાદ કોંગ્રેસની હાલત ખરાબ થઇ ગઇ છે. હવે શક્યતા છે કે હિમાંશુ વ્યાસ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં સામેલ થઇ શકે છે. હિમાંશુ વ્યાસ કોંગ્રેસની સતત ઉપેક્ષાથી નારાજ હતા. માનવામાં આવે છે કે નવા સંગઠનના વિરોધમાં તેમણે રાજીનામુ આપ્યુ છે. હિમાંશુ વ્યાસ ટેકનોક્રેટ સામ પિત્રોડાની નજીકના ગણાય છે.
હિમાંશુ વ્યાસ સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી બે વખત ચૂંટણી લડી ચુક્યા છે. જોકે, બન્ને વખત ભાજપના ઉમેદવાર સામે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.
કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પોરબંદરથી અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિકને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિરૂદ્ધ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. અમીબેન યાજ્ઞિક ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. સ્ક્રીનિંગ કમિટીની દિલ્હીમાં બેઠક ચાલી રહી છે. મહુવાથી પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરિયાને ટિકિટ આપવામાં આવી છે. જસદણ બેઠક પરથી ધારાસભ્ય ભોલા ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય ડીસા, ખેરાલુ, કડી, હિંમતનગર, ગાંધીધામ, અંજાર બેઠક માટે પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.
Advertisement