અમદાવાદ: અમદાવાદમાં અચાનક ગરમીના બફારા બાદ બપોર પછી ભારે કડાકા ભડાકા સાથે વરસાદ (Ahmedabad Rain) વરસ્યો હતો. અમદાવાદમાં બપોર પછી વરસાદી માહોલ છવાતા કાળા ડિબાંગ વાદળ શહેરમાં છવાઇ ગયા હતા અને અંધારપટ છવાયો હતો. વિઝિબિલીટી ઘટી જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement
Advertisement
અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ
અમદાવાદમાં એસજી હાઇવે, મકરબા, સરખેજ, પ્રહલાદનગર, વેજલપુર, મણિનગર, વસ્ત્રાલ, બાપુનગર, સાબરમતી, રાણીપ સહિતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી ભારે ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બપોર પછી અમદાવાદમાં અચાનક વાદળછાયુ વાતાવરણ થતા અંધકારમય થઇ ગયુ હતુ.
5 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અનેક વિસ્તારમાં ફરી એક વખત વરસાદ પડશે.
શનિવાર-રવિવારે ભારે વરસાદની આગાહી
બંગાળમાં લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાતમાં 13 સપ્ટેમ્બરે વરસાદ પડવાની આગાહી કરવાાં આવી છે. શનિવાર અને રવિવારના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે સોમવારે નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ અને નવસારી જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
Advertisement