ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા 24 કલાક પછી તાપમાનમાં વધારો થઇ શકે છે. 2થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. 27 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.
Advertisement
Advertisement
Accuweatherની વેબસાઇટ અનુસાર 1થી 4 માર્ચ દરમિયાન તાપમાનનો પારો ઉચકાઇ શકે છે. 39 ડિગ્રી સુધી તાપમાન પહોચી શકે છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો 3-4 માર્ચે 39 ડિગ્રી સુધી પહોચી શકે છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યારે આકરી ગરમી માટે અમદાવાદીઓએ તૈયાર રહેવાની જરૂર છે. ગરમીને કારણે બીમારી પણ વધી શકે છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બન્ને સીઝનનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ માર્ચમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની સંભાવના વ્યક્ત કરી છે.
આગામી અઠવાડિયે ગરમીનો પારો ઉચકાશે
આગામી અઠવાડિયામાં હવામાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ આકરી ગરમી વહેલી શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે હોળી પછી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચો જતો હોય છે પરંતુ આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઠંડી પડ્યા પછી ઉનાળાનો અહેસાસ શરૂ થઇ ગયો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો સાંજના સમયે પણ 32 ડિગ્રી જેટલુ તાપમાન નોંધાયુ છે.
ગુજરાતના ક્યા શહેરમાં કેટલુ તાપમાન
અમદાવાદ- 32 ડિગ્રી
આણંદ- 34 ડિગ્રી
ભરૂચ- 34 ડિગ્રી
ભૂજ- 33 ડિગ્રી
રાજકોટ- 33 ડિગ્રી
સુરત- 32 ડિગ્રી
વડોદરા- 32 ડિગ્રી
Advertisement