ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકારણ પણ ગરમાયુ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપના ગોપાલ ઇટાલિયાને રાજ્યમાં ડ્રગ્સને લઇને જવાબ આપ્યો છે. હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાતમાં હાલ મોટી માત્રામાં ડ્રગ્સની ખેપ ઝડપવાનો સીલસીલો યથાવત છે. સરકારે ડ્રગ્સ માફિયાઓ પર લગામ લગાવીને પકડ્યા છે. દેશભરમાં ડ્રગ્સનું નેટવર્ક તૂટ્યુ છે.
Advertisement
Advertisement
રાજ્યના ગૃહમંત્રીએ કહ્યુ કે, ડ્રગ્સ પકડનાર સંઘવી છે, તેનું કોઇ પ્રૂફ આપવાની મારે જરૂર નથી. હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને જવાબ આપતા કહ્યુ કે, પંજાબમાં હાલ કોની સરકાર છે? ડ્રગ્સ સૌથી વધુ ક્યાં વેચાઇ રહ્યુ છે? એ આખો દેશ જાણે છે. પંજાબમાં જેની સત્તા છે એ જ પાર્ટી ગુજરાતને બદનામ ના કરે, ગુજરાતના યુવાનો ડ્રગીસ્ટ છે એવુ બોલવાનું બંધ કરે, 11 માસમાં દેશમાં ડ્રગ્સ ઘુસાડનારા 600થી વધુ લોકોની ધરપકડ ગુજરાત પોલીસે કરી છે. ડ્રગ્સ મામલે કોઇ પણ રાજનીતિ કરવી એ પાપ છે.
Advertisement