ગાંધીનગર: ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે રાજ્યની તમામ સ્કૂલમાં ધોરણ 1થી આઠ સુધી ગુજરાતી ભાષા ભણાવવુ ફરજિયાત કરનારૂ બિલ રજૂ કર્યુ હતુ જે સર્વાનુમતે પાસ થઇ ગયુ છે.. આ મુદ્દાને લઇને ગુજરાતી સાહિત્યકાર લાંબા સમયથી માંગ કરતા હતા. આ ઘટના હાઇકોર્ટમાં પણ પહોચી હતી. આ બિલના વિધાનસભામાં પાસ થયા પછી તમામ બોર્ડની સ્કૂલમાં ગુજરાતી ભાષા ફરજિયાત બનશે.આ બિલ શૈક્ષણિક વર્ષ 2023-24થી અમલમાં આવશે.
Advertisement
Advertisement
ગુજરાતી ભાષાના બિલની જોગવાઇ
-
તમામ શાળાઓએ ધોરણ 1થી ધોરણ 8 સુધી ફરજિયાત ગુજરાતી ભણાવવું પડશે.
-
બીજી વખત નિયમોના ભંગ બદલ 1,00,000નો દંડ
-
પ્રથમ વખત નિયમોનો ભંગ કરવાથી શાળાઓને 50 હજારનો દંડ
-
રાજ્યના પ્રત્યેક બોર્ડ અને સ્કૂલને કાયદો લાગુ કરાશે
-
ત્રીજી વખત નિયમોના ભંગમાં 2 લાખનો દંડ
-
ત્રણ વખતથી વધુ વખત ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ કરવામાં આવશે
-
વિધેયકના નિયમો પ્રમાણે દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ છે
-
અમલ કરાવવા માટે સરકાર નાયબ નિયામકની નિમણૂંક કરશે.
-
ગુજરાત બોર્ડ ઉપરાંત તમામ બોર્ડમાં ગુજરાતી ફરજિયાત છે.
-
CBSCની સ્કૂલો અને કેન્દ્રીય સ્કૂલોનો પણ સમાવેશ.
-
સ્કૂલો અભ્યાસક્રમ શરૂ ન કરે તો તેને સજા કરતાં પહેલા રજૂઆત સાંભળવાની રહેશે.
-
બિન ગુજરાતી વિદ્યાર્થી માટે માતા-પિતા કારણો સાથે વિનંતી કરે તો મુક્તિ.
Advertisement