નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને સમન્સ પાઠવ્યા છે. વાસ્તવમાં કમિશનની સૂચના મુજબ રાજ્યમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ અંગે રિપોર્ટ રજૂ કરવાનો હતો, જે થયો નથી. આ માટે પંચે આદેશ આપ્યો છે કે આ રિપોર્ટ તાત્કાલિક રજૂ કરવામાં આવે.
Advertisement
Advertisement
આ અધિકારીઓની બદલી કરવી જોઈએ – ચૂંટણી પંચ
કમિશને બંને રાજ્ય સરકારોને ગૃહ જિલ્લાઓમાં કામ કરતા અધિકારીઓ અને છેલ્લા ચાર વર્ષમાં જે અધિકારી સતત એક જિલ્લામાં ત્રણ વર્ષ સુધી રહ્યા છે તેમની બદલી કરવામાં આવે.
વિધાનસભા ચૂંટણી પહેલા અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગને લઇને રિપોર્ટ ના મોકલવાને લઇને ચૂંટણી પંચે ગુજરાત સરકારના અધિકારીઓને સમન્સ પાઠવ્યુ છે. ચૂંટણી પંચે રાજ્ય મુખ્ય સચિવ અને DGPએ તેમની પર જવાબ માંગ્યો છે.
અનેક રિમાઇન્ડર છતા જમા નથી થયો રિપોર્ટ
સૂત્રો અનુસાર, અનેક રિમાઇન્ડર છતા મુખ્ય સચિવ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરફથી કેટલાક વર્ગોના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગને લઇને રિપોર્ટ જમા કરાવ્યો નથી. ન્યૂઝ એજન્સી અનુસાર, તેમણે આ સંદર્ભમાં રિપોર્ટ જમા કરાવવા કહેવામાં આવ્યુ છે અને સાથે એમ પણ પૂછવામાં આવ્યુ કે સમય પર રિપોર્ટ કેમ જમા કરવામાં આવ્યો નથી.
12 નવેમ્બરે હિમાચલ પ્રદેશમાં મતદાન
અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગને લઇને પત્રોને હિમાચલ પ્રદેશ અને ગુજરાત મોકલવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન છે જ્યારે ગુજરાત ચૂંટણી માટે હજુ તારીખની જાહેરાત કરવામાં આવી નથી.
સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીને સુનિશ્ચિત કરાવવા માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પેનલ દ્વારા આ રીતના આદેશ જાહેર કરવા સામાન્ય વાત છે.
Advertisement