નવી દિલ્હી: ગુજરાત-હિમાચલ પ્રદેશની ચૂંટણીની આજે જાહેરાત થઇ શકે છે. ચૂંટણી પંચની બપોરે 3 વાગ્યે પત્રકાર પરિષદ યોજાવાની છે. આ પત્રકાર પરિષદ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં રાજકીય પાર્ટી તરફથી ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાને લઇને જોર-શોરથી પ્રચાર કરી રહ્યાં છે.
Advertisement
Advertisement
આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફ્રન્સમાં દરમિયાન માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની જ જાહેરાત કરવામાં આવી શકે છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં સત્તાધારી પાર્ટીના અનેક કાર્યક્રમોની તારીખો જાહેર થયેલી છે. તે ઉપરાંત 2022 ડિફેન્સ એક્સપો 20-21, 22 ઓક્ટોબરે ગાંધીનગરમાં આયોજીત થવાનું છે.
ઉલ્લેખનિય છે કે, ડિફેન્સ એક્સપો અગાઉ પણ ગુજરાતમાં આયોજિત થઈ ચૂક્યું છે. આ વખતે થનારા કાર્યક્રમમાં પીએમ મોદી પોતે હાજર રહેવાના છે. તે જોતા ગુજરાત વિધાનસભાની ચૂંટણી અત્યારે જાહેર થાય તેવી શક્યતાઓ નહિવત છે.
• ગુજરાતમાં બે તબક્કાનું મતદાન થવાની સંભાવના છે, જ્યારે હિમાચલ પ્રદેશની ચૂંટણી એક તબક્કાના મતદાનમાં પૂર્ણ થવાની સંભાવના છે.
ગુજરાત | 182 બેઠકો
• તબક્કો 1 : 27મી નવેમ્બર અથવા 30મી નવેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઇ શકે છે.
• તબક્કો 2 : 4થી ડિસેમ્બરથી રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઇ શકે છે.
હિમાચલ પ્રદેશ | 68 બેઠક
• મતદાનઃ 4મી ડિસેમ્બર
• બંને રાજ્યોની મતગણતરી 6ઠ્ઠી ડિસેમ્બરે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
• ગુજરાતમાં નવી સરકાર 11મી ડિસેમ્બર પહેલા શપથ લેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં મોટાભાગે નવી સરકાર 11 ડિસેમ્બર પહેલા જ શપથ લેતા આવી છે.
Advertisement