અમદાવાદઃ 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં થયેલા વિજયને પડકારતી આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવારની અરજી પર ગુજરાત હાઈ કોર્ટે રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી અને ભાવનગર (પશ્ચિમ) ના ધારાસભ્ય જીતુ વાઘાણીને સમન્સ ઈસ્યુ કર્યું છે. ‘આપ’ના ઉમેદવાર રાજેનભાઈ સોલંકી ઉર્ફે રાજુ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે વાઘાણી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપા) ના તેમના સમર્થકોએ સોલંકીની ભળતી ઓળખનો ઉપયોગ કરીને મતદારોને ગેરમાર્ગે દોરવાની ગેરરીતિ આચરી હતી. રાજુ સોલંકીએ જીતુ વાઘેલાની ચૂંટણી રદ કરવાની માંગણી કરી છે. ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકીની અરજી પર ભાજપની ટિકિટ પર જીતેલા જીતુ વાઘાણી સહિત ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારી/કલેક્ટર ભાવનગરને સમન્સ જારી કર્યા છે.
Advertisement
Advertisement
સમર્થનની ખોટી પત્રિકાઓ વહેંચવાનો આક્ષેપ
આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીએ જીતુ વાઘાણી સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેને પગલે હાઈકોર્ટે ચૂંટણી દરમિયાન ખોટી પત્રિકાઓ વહેંચવા મામલે જીતુ વાઘાણીને 21 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ મોકલ્યું છે. આ અરજીમાં જીતુ વઘાણી પર ભાજપને સમર્થન આપતી ખોટી પત્રિકાઓની વહેંચણી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે ચૂંટણી લડી રહેલા અન્ય અપક્ષ ઉમેદવારના નામનો ઉપયોગ કરીને મેં તેમને સમર્થન આપ્યું હોવાની ખોટી પત્રિકાઓ વહેંચી હતી. આ પત્રિકાઓમાં મોટા અક્ષરે ‘આપ નો રાજુ સોલંકી’ લખાયું હતું. જ્યારે તે ઉમેદવારનો સિરિયલ નં14 હતો તે કાળજીપૂર્વક ખૂબ ઝીણા અક્ષરે લખાયો હતો. રાજુ સોલંકીએ અરજીમાં ચૂંટણી જીતવા માટે ખોટી રણનીતિ અપનાવી હોવાનો આક્ષેપ કરીને જીતુ વાઘેલાની ચૂંટણી રદ કરવાની માંગણી કરી છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે સુનાવણી માટે 21 એપ્રિલની તારીખ નક્કી કરી છે.
AAPના નેતાનો જીતુ વાઘાણી પર આક્ષેપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. તે છતાં ભાજપને આ વખતે 156 બેઠકો પર જીત મળી હતી. ત્યારે ચૂંટણી પછી આમ આદમી દ્વારા પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં ભાવનગર વિધાનસભા બેઠક પરથી લડેલા રાજુભાઈ સોલંકીએ પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપ તરફથી વિજયી થયેલા જીતુભાઈ વાઘાણીની સામે આક્ષેપ મૂક્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે તેમણે ભાજપને સમર્થન આપ્યાના ખોટાં પોસ્ટર વાયરલ થયા બાદ ગુજરાત વિધાનસભામાં અરજી કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીનું કહેવું છે કે ભાજપા ષડયંત્ર કરીને ચૂંટણી જીતી હતી.
Advertisement