ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 61 રાજકીય પાર્ટીના 833 ઉમેદવાર ભાગ લઇ રહ્યા છે. જેમાં કુલ મતદાર 2,51,58, 730 છે જેમાંથી પુરૂષ મતદાર 1,29,26,501 છે. મહિલા મતદાર 1,22,31,335 છે અને અન્ય મતદાર 894 છે. મતદાન માટે 26,409 મતદાન કેન્દ્ર છે.
Advertisement
Advertisement
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યુ કે, ‘અમે તેમાં 37,432 બેલેટ યૂનિટ, કંટ્રોલ યૂનિટ 36,157 અને VVPAT 40,066 ઉપયોગ કરી રહ્યા છે. મતદાન કર્મચારીઓની સંખ્યા 1,13,325 છે.’ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
બીજા તબક્કાની ચૂંટણી અંગે મહત્વની વાતો
મતદાનની તારીખ- 5-12-2022
મતદાનનો સમય– સવારે 8:00થી સાંજે 5:00 વાગ્યા સુધી
કેટલા જિલ્લામાં મતદાન- 14 (ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત)
કેટલી બેઠક માટે મતદાન- 93
કેટેગરીવાઇઝ બેઠકો- 74 જનરલ
06 અનુસુચિત જાતિ
13 અનુસુચિત જનજાતિ
કુલ ઉમેદવાર- 833
પુરૂષ ઉમેદવાર- 764
મહિલા ઉમેદવાર- 69
ઉમેદવાર ક્યાં વધારે? ક્યાં ઓછા?- સૌથી વધુ ઉમેદવાર
બાપુનગર- 29
સૌથી ઓછા ઉમેદવાર
ઇડર- 03
રાજકીય પક્ષો- 61 રાજકીય પક્ષ
મતદારો: ક્યાં વધારે? ક્યાં ઓછા?: સૌથી નાનો વિધાનસભા મત વિસ્તાર
બાપુનગર (2,07,461 મતદાર)
સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર
ઘાટલોડિયા (4,28,542 મતદાર)
વિસ્તાર: ક્યો મોટો? ક્યો નાનો?: સૌથી નાનો વિધાનસભા મત વિસ્તાર
દરિયાપુર (06 ચો કિ.મી)
સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર
રાધનપુર (2,544 ચો. કિ.મી)
કુલ મતદારો: 2,51,58,730
પુરૂષ મતદાર- 1,29,26,501
મહિલા મતદાર- 1,22,26,501
ત્રીજી જાતિના મતદાર– 894
18થી 19 વર્ષની વયના મતદાર- 5,96,328
99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો- 5,412
NRI મતદાર- કુલ 660
પુરૂષ- 505
મહિલા- 155
મતદાન સ્થળ- 14,975
2,904 શહેરી વિસ્તારમાં
12,071 ગ્રામ્ય વિસ્તારમાં
વિશિષ્ટ મતદાન મથક- 93 મોડલ મતદાન મથક
93 દિવ્યાંગ સંચાલિત મતદાન મથક
93 ઇકો ફ્રેન્ડલી મતદાન મથક
651 સખી મતદાન મથક
14 યુવા સંચાલિત મતદાન મથક
Advertisement