ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર સોમવારે 14 જિલ્લાની 93 બેઠક પર યોજાશે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઇ જશે.
Advertisement
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર કુલ 833 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં અમદાવાદની 21 બેઠકમાં સૌથી વધુ 249, બનાસકાંઠામાં 75, વડોદરામાં 72, આણંદમાં 69, મહેસાણામાં 63, ગાંધીનગરમાં 50, ખેડામાં 44, પાટણમાં 43, પંચમહાલમાં 38, દાહોદમાં 35, અરવલ્લીમાં 30, સાબરકાંઠામાં 26, મહીસાગરમાં 22, છોટા ઉદેપુરમાંથી 17 ઉમેદવાર વચ્ચે મુકાબલો થશે.
ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રોડ શો, રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો રેલી યોજીને શક્તિ પ્રદર્શન કરશે. આજ સાંજથી ગામડાઓમાં ખાટલા બેઠકો યોજીને ઉમેદવાર મતદારોને લુભાવવાનો અંતિમ પ્રયાસ કરશે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: ઉત્તર ગુજરાત કોંગ્રેસનો ગઢ, 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપે કરવી પડે છે મહેનત
ભાજપમાં ક્યા નેતાની ક્યા રેલી
યોગી આદિત્યનાથ- ધોળકા, ચકલાસી (ખેડા), ખંભાત (આણંદ)
સ્મૃતિ ઇરાની- મોડાસા, સિદ્ધપુરમાં રોડ શો
પરશોત્તમ રૂપાલા- ધાનેરા-પાંથાવાડામાં રેલી, કાવંત, છોટા ઉદેપુર, બોરસદ (આણંદ)માં જાહેર સભા
મનોજ જોશી- નિકોલમાં ભવ્ય રોડ શો
કોંગ્રેસની સભા
શક્તિ સિંહ ગોહિલ- શંકરસિંહ વાઘેલા- ભાભરમાં જાહેર સભા
આમ આદમી પાર્ટીની જાહેર સભા
ભગવંત માન (પંજાબના મુખ્યમંત્રી)- ગરબાડા, દાહોદ, ઝાલોદ, ફતેહપુરામાં જાહેર સભા
ઇસુદાન ગઢવી- સિદ્ધપુર, કાંકરેજ, ધાનેરા, વાવમાં જાહેર સભા
સંજય સિંહ- અમરાઇવાડી, વેજલપુર, પાલનપુરમાં રોડ શો
અલ્પેશ કથીરિયા- વિસનગર, ઉંઝા, પાટણ, ચાણસ્મામાં રોડ શો
Advertisement