ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બીજા તબક્કા માટે મતદાન ચાલુ છે. બીજા તબક્કામાં અમદાવાદ શહેરની 16 બેઠકો પર પણ મતદાન થઇ રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી વિધાનસભા વિસ્તારની રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ હતુ. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજમાં મતદાન કર્યુ હતુ.
વડાપ્રધાન મોદીએ મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ગુજરાતના મતદારોનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યુ કે, મતદારોમાં ભારે ઉત્સાહ, મોટી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે.
#WATCH लोकतंत्र का यह उत्सव है इसे मतदाताओं ने उमंग के साथ मनाया। मैं इसके लिए अभिनंदन करता हूं। मैं चुनाव आयोग को भी बधाई देता हूं: गुजरात विधानसभा चुनाव 2022 के लिए दूसरे चरण में मतदान के बाद प्रधानमंत्री नरेंद्र मोदी#GujaratAssemblyPolls pic.twitter.com/uzhFljeqwL
— ANI_HindiNews (@AHindinews) December 5, 2022
મતદાન કર્યા બાદ ભાઇના ઘરે પહોચ્યા PM મોદી
વડાપ્રધાન મોદી રાણીપમાં મતદાન કર્યા બાદ ભાઇના ઘરે પહોચ્યા હતા.
શીલજમાં મતદાન પછી મુખ્યમંત્રીએ ચાની ચુસ્કી લીધી
શીલજમાં મતદાન પછી મુખ્યમંત્રીએ ચાની ચુસ્કી મારી હતી.