ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કામાં 63.18 ટકા મતદાન થયુ છે. પ્રથમ તબક્કામાં મતદાનના આધારે કોંગ્રેસે પત્રકાર પરિષદ કરી હતી. કોંગ્રેસે પત્રકાર પરિષદમાં પ્રથમ બેઠકની 89 બેઠકમાંથી 65થી વધુ બેઠક જીતવાનો દાવો કર્યો છે. કોંગ્રેસે કહ્યુ કે આમ આદમી પાર્ટીની ડિપોઝિટ જપ્ત થઇ જશે.
Advertisement
Advertisement
કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી. પ્રથમ તબક્કાના મતદાન પછી અર્જૂન મોઢવાડિયાએ કહ્યુ કે, 89 બેઠકમાંથી 65થી વધુ બેઠક કોંગ્રેસ જીતશે. આમ આદમી પાર્ટીની ડિપોઝીટ જપ્ત થઇ જશે. બીજી તરફ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, જનતાએ ભાજપના નકલી મુદ્દાઓ નહી અસલી મુદ્દાના આધારે મતદાન કર્યુ છે.
કઇ બેઠક પર કોંગ્રેસને જીતનો વિશ્વાસ
અબડાસા,માંડવી, રાપર, દસાડા, લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, ધોરાજી, કાલાવાડ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ,માંગરોળ સોમનાથ, તાલાલા, કોડિનાર, ઉના, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા, તળાજા, પાલિતાણા, દેડીયાપાડા, જંબુસર, વાગરા, અંકલેશ્વર, ઓલપાડ, માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, લિંબાયત, મહુવા, વ્યારા, નીઝર, ડાંગ, નવસારી, ધરમપુર, પારડી, કપરાડા
કોંગ્રેસ કરી શકે છે મહત્વની જાહેરાત
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસ મહત્વની જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની તો OBC ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવાશે જ્યારે SC,ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી 3 નાયબ મુખ્યમંત્રી બનાવાશે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને ગુજરાતના પ્રભારી અશોક ગહેલોતની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: ઉત્તર ગુજરાત કોંગ્રેસનો ગઢ, 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપે કરવી પડે છે મહેનત
કોંગ્રેસ 125 બેઠક જીતવાનો કરી ચુક્યુ છે દાવો
ગુજરાત કોંગ્રેસ ચૂંટણી પહેલા જ રાજ્યમાં 125 બેઠક જીતવાનો દાવો કરી ચુક્યુ છે. કોંગ્રેસ પોતાના પ્રચારમાં અને સોશિયલ મીડિયાના પ્રચારમાં પણ કોંગ્રેસ આવે છે 125 બેઠક લાવે છેનું સુત્ર વાયરલ કર્યુ હતુ.
ગુજરાતમાં 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન
ગુજરાતમાં 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાશે. બીજા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, મહિસાગર, પંચમહાલ, અરવલ્લી, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં મતદાન યોજાશે. આ ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે
Advertisement