ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બીજા તબક્કામાં 64.39 % મતદાન થયુ છે. બનાસકાંઠામાં સૌથી વધુ 71.40 % મતદાન થયુ છે જ્યારે સૌથી ઓછુ અમદાવાદમાં 58.32 % મતદાન થયુ છે. 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement
Advertisement
પ્રથમ તબક્કામાં 63 ટકા થયુ હતુ મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 63.31 ટકા મતદાન થયુ હતુ. 89 બેઠકો પર મતદાન યોજાયુ હતુ.
2017 ચૂંટણીનું શું હતુ પરિણામ
2017માં 93 બેઠકમાંથી 51 પર ભાજપના ઉમેદવારને જીત મળી હતી જ્યારે કોંગ્રેસે 39 બેઠક પર જીત મેળવી હતી. ત્રણ બેઠક અપક્ષ ઉમેદવાર જીત્યા હતા જેમાંથી એક અપક્ષ જિગ્નેશ મેવાણી હવે કોંગ્રેસના ઉમેદવાર છે.
મુખ્યમંત્રી સહિત આઠ મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદ, ઘાટલોડિયા, નરોડા, વટવા, વિસનગર, થરાદ, મહેસાણા, વિરમગામ, ગાંધીનગર (દક્ષિણ), ખેડબ્રહ્મા, માંજલપુર, વાઘોડિયા, ખેરાલુ, દસક્રોઇ, છોટા ઉદેપુર, સંખેડા વગેરે બેઠક મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: EXIT POLL: ગુજરાતમાં પરિવર્તન કે પુનરાવર્તન? જાણો કોની બનશે સરકાર
આ તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સ્વાસ્થ્ય મંત્રી રિષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, મનીષા વકીલ, અર્જૂન ચૌહાણ સહિત આઠ મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ થઇ ગયુ છે. ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વીરમગામથી હાર્દિક પટેલ, ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર, વડગામ બેઠક પરથી જિગ્નેશ મેવાણી ચૂંટણી મેદાનમાં છે.
બીજા તબક્કામાં ક્યા કેટલુ મતદાન
જિલ્લાનું નામ | મતદાનની ટકાવારી |
અમદાવાદ | 58.32 % |
આણંદ | 67.80 % |
અરવલ્લી | 67.55 % |
બનાસકાંઠા | 71.40 % |
છોટા ઉદેપુર | 64.67 % |
દાહોદ | 58.41 % |
ગાંધીનગર | 65.66 % |
ખેડા | 67.96 % |
મહેસાણા | 66.40 % |
મહેિસાગર | 60.98 % |
પંચમહાલ | 67.86 % |
પાટણ | 65.34 % |
સાબરકાંઠા | 70.95 % |
વડોદરા | 63.81 % |
Advertisement