ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં માત્ર 17 બેઠક જીતનારી કોંગ્રેસે વિપક્ષના નેતાનું નામ જાહેર કર્યુ છે. અમિત ચાવડાને વિપક્ષના નેતા બનાવ્યા છે જ્યારે શૈલેષ પરમારને ઉપનેતા બનાવવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપને 156 બેઠક જ્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠક મળી હતી.
Advertisement
Advertisement
કોણ છે અમિત ચાવડા?
અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે. અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં આણંદના આંકલાવમાં થયો હતો હતો. 1995માં ટેકનિકલ એક્ઝામિશન બોર્ડ, ગાંધીનગરથી કેમિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. અમિત ચાવડાના ભરત સોલંકી અને માધવસિંહ સોલંકી સાથે ઘરેલુ સબંધ છે. અમિત ચાવડા ભરત સોલંકીના પિતરાઇ ભાઇ છે.
અમિત ચાવડા જીવનના શરૂઆતના દિવસોથી જ રાજકીય અને સામાજિક પ્રવૃતિમાં સક્રિય હતા. તેઓ NSUI અને ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય હતા. અમિત ચાવડા 2004માં પ્રથમ વખત બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 2012ની વિધાનસભા ચૂંટણી જીત્યા પછી વિધાનસભામાં ઉપદંડક વિરોધપક્ષનો નવો કારભાર મળ્યો હતો. 19 માર્ચ 2018માં ભરત સોલંકીના કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
Advertisement