ગાંધીનગર: ગુજરાતનું વર્ષ 2023-24નું બજેટ નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ રજૂ કર્યુ હતુ. રાજ્યનું 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ બજેટમાં શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. શિક્ષણ વિભાગ માટે 43651 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. ધોરણ 8 બાદ પણ RTEમાં અભ્યાસ કરતા બાળકને મફત શિક્ષણ મળશે.
Advertisement
Advertisement
શિક્ષણ વિભાગ માટે 43651 કરોડની જોગવાઈ
- મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 3109 કરોડની જોગવાઈ
- 400 જ્ઞાન સેતુ ડે સ્કુલ માટે 64 કરોડ ની જોગવાઈ
- 10 રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા 5 કરોડની જોગવાઇ
- સરકારી સ્કૂલની જાળવણી માટે 109 કરોડ
- આંગણવાડીઓને વધુ આધુનિક બનાવવા 268 કરોડ ખર્ચાશે
- ધોરણ 9માં ભણતી 2 લાખ SC વિદ્યાર્થિનીઓને સાયકલ અપાશે
RTEમાં અભ્યાસ કરતા બાળકોને લઈ મહત્વના સમાચાર
- RTE બાદ હોશિયાર વિદ્યાથીઓ માટે ધોરણ 9થી 12નાં અભ્યાસ માટે 50 કરોડ ની જોગવાઈ
- ધોરણ 8 બાદ પણ RTEમાં અભ્યાસ કરતા બાળકને મળશે મફત શિક્ષણ
- RTEમાં અભ્યાસ કરતા હોશિયાર બાળકને ધોરણ 8 બાદ પણ મળશે મફત શિક્ષણ
- RTE અતર્ગત ભણતા હોશિયાર વિદ્યાર્થીઓનો ધોરણ 12 સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે
- અત્યાર સુધી માત્ર ધોરણ 1થી 8 સુધી જ બાળકોને મળતુ હતુ મફત શિક્ષણ
- ધોરણ 8 બાદ RTEના હોશિયાર વિદ્યાર્થીઓનો ભણવાનો ખર્ચ સરકાર ઉઠાવશે
- ધોરણ 9થી 12 સુધી મફત શિક્ષણ માટે 50 કરોડ વધારાના બજેટની કરાઈ છે ફાળવણી
Advertisement