ગાંધીનગર: ગુજરાતનું 2023-24 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ રાજ્યનું 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યુ હતુ. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે બજેટમાં 21,605 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ટ્રેક્ટર તેમજ કૃષિ સાધનોની સહાય માટે 615 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
ખેડૂતો માટે બજેટની મહત્વની વાતો
-
ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી માટે 8278 કરોડ
-
ટ્રેક્ટર તેમજ કૃષી સાધનોની સહાય માટે 615 કરોડની જોગવાઈ
-
ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા સહાય માટે 400 કરોડ ફળવાયા
-
રાષ્ટ્રીય કૃષી વિકાસ યોજના માટે 250 કરોડની જોગવાઈ
-
પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય માટે 203 કરોડ
-
એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 200 કરોડ
-
ખાતેદાર ખેડૂતોના આકસ્મિત મૃત્યુ, કાયમી અપંગતાના વિમા માટે 125 કરોડ
-
સ્માર્ટ ફાર્મિંગ યોજના અંતર્ગત 50 કરોડની જોગવાઈ
-
ખેડૂતોને મિલેટ વાવેતર પ્રોત્સાહન માટે 35 કરોડ ફળવાયા
-
ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન માટે 10 કરોડની સહાય
-
ટ્રેનિંગ ફોર એગ્રીક્લચરલ લર્નિગ એન્ડ ઈન્ટીગ્રેશન મિશન માટે 2 કરોડ
-
શેરડીના પાક માટે સેન્ટર ફોર એક્સિલેન્સ માટે 2 કરોડની જોગવાઈ
-
બાગાયતમાં ફળપાક વધારવા માટે 65 કરોડની જોગવાઈ
-
બાગાયતી પાકોમાં માળખાકીય સુવિધા માટે 40 કરોડની જોગવાઈ
-
નારિયેળીની ખેતીને પ્રોત્સાહન માટે 6 કરોડની જોગવાઈ
-
મસાલા પાકોના સર્ટિફાઈડ બિયારણ સહાય માટે 5 કરોડ ફળવાયા
-
શહેરમાં માળી કામ રોજગારી તાલિમ માટે 3 કરોડની ફાળવણી
-
કૃષિ, પશુપાલન શિક્ષણ અને સંશોધન માટે 1153 કરોડ ફળવાયા
-
ગૌશાળા, પાંજરાપોળ, ટ્રસ્ટ સંચાલિત ગૌવંશ નિભાવ માટે 500 કરોડ
-
નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 109 કરોડ ફળવાયા
-
ડેરી ફાર્મ અને પશુ એકમો સ્થાપવાની સહાય માટે 62 કરોડ
-
દુધ ઉત્પાદક સહકારી એકમોને માળખાકીય સુવિધા સહાય માટે 12 કરોડ
-
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા માટે 10 કરોડની ફાળવણી
-
નવા 150 પશુ દવાખાના શરૂ કરવા માટે 10 કરોડની જોગવાઈ
Advertisement