ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં એક પ્રશ્રના જવાબમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, ગુજરાત ATSએછેલ્લાં એક વર્ષમાં ભારતીય જળસીમામાંથી કુલ 184.994 કિ.ગ્રા. ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. તેની બજાર કિંમત 924 કરોડ 97 લાખ રૂપિયા થાય છે.
Advertisement
Advertisement
કોંગ્રેસના ધારાસભ્યએ છેલ્લાં 1 વર્ષમાં ભારતીય જળ સીમામાંથી ગુજરાત એટીએસએ ડ્રગ્સનો કેટલો જથ્થો અને કેટલા આરોપીને ઝડપી પાડ્યા હોવાનો ગૃહમાં સવાલ કર્યો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેનો જવાબ આપતા આ માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 9 અબજ 24 કરોડ 97 લાખની કિંમતનો 184.994 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો પકડાયો છે. તે ઉપરાંત વિદેશી દારૂ ઝડપાયા અંગે કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપતા તેમણે ક્હ્યું કે, છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં રૂ.197 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે.
બે વર્ષમાં 40 આરોપીઓને ઝડપી લેવાયા
વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, છેલ્લાં બે વર્ષમાં ATSએ 9 અબજ 24 કરોડ 97 લાખનું કિંમતનો 184.994 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમાં બે વર્ષમાં 40 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં 32 પાકિસ્તાની, 7 ભારતીય અને 1 અફઘાનીનો સમાવેશ થાય છે.
2987 આરોપીઓની ધરપકડ બાકી
રાજ્ય સરકારે ગૃહમાં કબૂલ્યું કે, છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં રૂ.197 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. ભારતમાં બનેલી વિદેશી દારૂની 1.66 કરોડ થી વધુ બોટલ ઝડપાઈ છે. તે ઉપરાંત, રાજ્યમાં રૂ.3.94 કરોડનો દેશી દારૂ પણ ઝડપાયો છે. જ્યારે બિયરની 12,27,987 બોટલ પકડાઈ છે જેની કિંમત રૂ.10.47 કરોડ થવા જાય છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 2987 આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી છે.
Advertisement