ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. બીજા તબક્કામાં 5 વાગ્યા સુધી 58.80 % ટકા જેટલુ મતદાન થયુ હતુ. હવે જે લોકો મતદાન માટે લાઇનમાં છે તેમની ગણતરી કરવાની બાકી છે, જે મોડા સુધી અંતિમ મતદાનની ટકાવારી અપડેટ કરવામાં આવશે. 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement
Advertisement
પ્રથમ તબક્કામાં 63 ટકા થયુ હતુ મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 63.31 ટકા મતદાન થયુ હતુ. 89 બેઠકો પર મતદાન યોજાયુ હતુ.
2017 ચૂંટણીનું શું હતુ પરિણામ
2017માં 93 બેઠકમાંથી 51 પર ભાજપના ઉમેદવારને જીત મળી હતી જ્યારે કોંગ્રેસે 39 બેઠક પર જીત મેળવી હતી. ત્રણ બેઠક અપક્ષ ઉમેદવાર જીત્યા હતા જેમાંથી એક અપક્ષ જિગ્નેશ મેવાણી હવે કોંગ્રેસના ઉમેદવાર છે.
મુખ્યમંત્રી સહિત આઠ મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદ, ઘાટલોડિયા, નરોડા, વટવા, વિસનગર, થરાદ, મહેસાણા, વિરમગામ, ગાંધીનગર (દક્ષિણ), ખેડબ્રહ્મા, માંજલપુર, વાઘોડિયા, ખેરાલુ, દસક્રોઇ, છોટા ઉદેપુર, સંખેડા વગેરે બેઠક મહત્વપૂર્ણ છે.
આ તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સ્વાસ્થ્ય મંત્રી રિષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, મનીષા વકીલ, અર્જૂન ચૌહાણ સહિત આઠ મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ થઇ ગયુ છે. ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વીરમગામથી હાર્દિક પટેલ, ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર, વડગામ બેઠક પરથી જિગ્નેશ મેવાણી ચૂંટણી મેદાનમાં છે.
ક્યા કેટલુ મતદાન (5 વાગ્યા સુધી)
જિલ્લાનું નામ | મતદાનની ટકાવારી |
અમદાવાદ | 53.57 % |
આણંદ | 59.04 % |
અરવલ્લી | 60.18 % |
બનાસકાંઠા | 65.65 % |
છોટા ઉદેપુર | 62.04 % |
દાહોદ | 55.80 % |
ગાંધીનગર | 59.14 % |
ખેડા | 62.65 % |
મહેસાણા | 61.01 % |
મહિસાગર | 54.26 % |
પંચમહાલ | 62.03 % |
પાટણ | 57.28 % |
સાબરકાંઠા | 65.84 % |
વડોદરા | 58.00 % |
Advertisement